Last Updated on by Sampurna Samachar
રોહિતે જવાબ આપ્યો કે તે અમારુ ઘર નથી
ન્યૂઝીલેન્ડના કેપ્ટને પણ આરોપ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની પાકિસ્તાને કરી હતી. જોકે સુરક્ષાના કારણોસર ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી ન આપતા હાઇબ્રીડ મોડલ પર મેચો રમાઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાની તમામ મેચો દુબઈમાં યોજવામાં આવી છે. હવે આ મુદ્દે ચેમ્પિયન્સ ટ્રોફીની અન્ય ટીમો સવાલ ઉઠાવી રહી છે. એવામાં ફાઇનલ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને પણ આરોપ લગાવ્યો છે કે ટીમ ઈન્ડિયાને એક જ જગ્યાએ રમવાનો ફાયદો થયો છે.
ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં હોવાથી અનેક ટીમોએ પાકિસ્તાનથી દુબઈ અવરજવર કરવી પડી હતી. જેને લઈને સવાલ ઉઠ્યા કે અન્ય દેશના ખેલાડીઓને આરામનો સમય ન મળ્યો. આ સિવાય ભારતીય ટીમ પર બીજો આરોપ લાગી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાની તમામ મેચ એક જ જગ્યાએ હોવાથી તેમને ફાયદો થયો છે. જે બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, દુબઈ કંઈ અમારું ઘર નથી.
અમે સંઘર્ષ કરવા માટે તૈયાર છીએ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેંટનરે કહ્યું છે, કે ભારતે તમામ મેચો દુબઈમાં રમી જેના કારણે તેઓ પિચને જાણે છે. આ પિચ લાહોરની પિચ કરતાં થોડી ધીમી હોઈ શકે છે, પણ અમે સંઘર્ષ કરવા માટે તૈયાર છીએ. મને લાગે છે કે થોડા દિવસ પહેલા જે દેખાવ કર્યો હતો, તેના કરતાં પણ સારો દેખાવ કરીશું.