Last Updated on by Sampurna Samachar
વિરાટ કોહલીએ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
હાર્દિકે ૬૨ રન પર રમી રહેલા સઈદ શકીલની મોટી વિકેટ લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં ઈતિહાસ રચ્યો છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં હાર્દિકે બે વિકેટ લીધી હતી. હાર્દિકે વિકેટની શોધમાં રહેલી ભારતીય ટીમ માટે બાબર આઝમની વિકેટ મેળવીને પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી હાર્દિકે ૬૨ રન પર રમી રહેલા સઈદ શકીલની મોટી વિકેટ લીધી હતી.

આ વિકેટો સાથે, હાર્દિકે બે સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. હાર્દિકે બે વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ વિકેટનો આકડો પૂર્ણ કર્યો છે. હાર્દિકે આ મેચમાં ૮ ઓવર ફેંકી અને ૩૧ રન આપીને બાબર અને સઈદની વિકેટ લીધી. જો આપણે ત્રણેય ફોર્મેટમાં તેની વિકેટો પર નજર કરીએ તો, તે T૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર ખેલાડી છે. તેણે આ ફોર્મેટમાં ૧૧૪ મેચ રમી છે, જેમાં તેણે ૯૪ બેટ્સમેનોને આઉટ કર્યા છે. તે જ સમયે, આ ઓલરાઉન્ડરે ૧૧ ટેસ્ટ મેચોમાં ૧૭ વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે ૯૧ ODI મેચ રમીને ૮૯ વિકેટ લીધી છે.
૨૦૦ વિકેટ પૂર્ણ કરવા ઉપરાંત, હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ICC ની લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટમાં કોઈ ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે પાકિસ્તાન સામે ૧૪ વિકેટ લીધી છે. આ કિસ્સામાં બીજા સ્થાને ઝડપી બોલર મોહમ્મદ શમી છે, જેણે ન્યૂઝીલેન્ડ સામે ૧૨ વિકેટ લીધી છે.
પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ
વાત કરીએ તો વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇતિહાસ રચી દીધો છે. કિંગ કોહલીએ ૧૫૭ કેચ કરી વનડે ક્રિકેટમાં ભારતના સૌથી સફળ ફિલ્ડર બની ગયો છે. દિલ્હીના ૩૬ વર્ષીય ક્રિકેટરે ૧૮ ઓગસ્ટ ૨૦૦૮માં દાંબુલામાં શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતુ. ત્યારથી લઈને આજ સુધી ૨૯૯ વનડેમાં તેણે ૧૫૭ કેચ કર્યા છે.
તેની સાથે જ તેણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના ૧૫૬ કેચનો રેકોર્ડ તોડ્યો છે. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેવાના મામલે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને (૪૪૮ મેચમાં ૨૧૮ કેચ)નું નામ સૌથી ઉપર છે. ત્યાર બાદ રિકી પોન્ટિંગ (૩૭૫ વનડેમાં ૧૬૦ કેચ) નો નંબર આવે છે.
વનડેમાં સૌથી વધુ કેચ લેનારા ખેલાડી
મહેલા જયવર્ધને (શ્રીલંકા)- ૨૧૮
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- ૧૬૦
વિરાટ કોહલી (ભારત)- ૧૫૭
મોહમ્મદ અઝહરુદ્દીન (ભારત) – ૧૫૬
રૉસ ટેલર (ન્યુઝીલેન્ડ)- ૧૪૨
સચિન તેંદુલકર (ભારત)- ૧૪૦
સ્ટીફન ફ્લેમિંગ (ન્યુઝીલેન્ડ)- ૧૩૩
જૅક્સ કૅલિસ (દક્ષિણ આફ્રિકા) – ૧૩૧
યુનિસ ખાન (પાકિસ્તાન)- ૧૩૦
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા)- ૧૩૦
પાકિસ્તાને આપ્યો ૨૪૨ રનનો ટાર્ગેટ