PM મોદીએ પાઠવ્યા ટીમને અભિનંદન
ભારત સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપ જીતવામાં સફળ રહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા )
જ્યારે પણ ભારતનો મુકાબલો રમતના મેદાનમાં પાકિસ્તાન સામે થાય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. જુનિયર એશિયા કપની ફાઈનલ મેચોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ઓમાનની રાજધાની મસ્કતમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને ૫-૩થી હરાવ્યું અને જુનિયર એશિયા કપ ૨૦૨૪નું ટાઈટલ જીત્યું હતું.
ભારત સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપ જીતવામાં સફળ રહ્યું છે. આ પહેલા ભારતીય જુનિયર હોકી ટીમે વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૨૩માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. જૂનિયર એશિયા કપ ૨૦૨૪ ૨૬ નવેમ્બરથી મસ્કતમાં શરૂ થયો હતો જેમાં ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. ભારતે પૂલ છમાં ટોચનું સ્થાન મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે પાકિસ્તાને પૂલ મ્માં ટોચનું સ્થાન મેળવીને અંતિમ-૪માં પ્રવેશ મેળવ્યો હતો. આ પછી પાકિસ્તાને જાપાનને ૪-૨થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે ભારતે મલેશિયાને ૩-૧થી હરાવીને ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જાેરદાર સ્પર્ધા હતી પરંતુ અંતે ભારતીય ટીમ ૫-૩થી ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનિયર એશિયા કપ ૨૦૨૪ જીતવા બદલ ભારતીય પુરૂષ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને પોતાના ઠ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, “આપણા હોકી ચેમ્પિયન પર ગર્વ છે! ભારતીય હોકી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આપણી મેન્સ જુનિયર ટીમે જુનિયર એશિયા કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યો છે. તેમની અજાેડ કૌશલ્ય, તનતોડ મહેનત અને અવિશ્વસનીય ટીમ વર્કએ આ જીતએ રમતગમતના ગૌરવના ઇતિહાસમાં નામ નોંધાવી દીધું છે. યુવા ચેમ્પિયનને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
જુનિયર એશિયા કપની ફાઈનલ મેચમાં ૨૦ વર્ષીય અરયજીત સિંહ હુંદલે ભારત માટે ૪ ગોલ કર્યા હતા જ્યારે એક ગોલ દિલરાજની લાકડીમાંથી આવ્યો હતો. પાકિસ્તાન તરફથી સુફયાન ખાને ૨ અને હનાન શાહિદે ૧ ગોલ કર્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનની આ સતત ચોથી હાર છે જ્યારે ભારત સામે આ સતત ત્રીજી હાર છે. ૨૦૧૨થી પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં હારી રહી છે.
ખંડીય ટૂર્નામેન્ટમાં ભારતનું આ પાંચમું ટાઈટલ છે. આ પહેલા ભારતે ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૫ અને ૨૦૨૩માં આ ખિતાબ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ ૨૦૨૧ માં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રોગચાળાને કારણે યોજાઈ ન હતી. હુન્દલે ચોથી, ૧૮મી અને ૫૪મી મિનિટમાં ત્રણ પેનલ્ટી કોર્નરને રૂપાંતરિત કર્યા અને ૪૭મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો.ભારત માટે બીજો ગોલ દિલરાજ સિંહે કર્યો હતો. પાકિસ્તાન માટે સુફિયાન ખાને બે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કર્યા જ્યારે હન્નાન શાહિદે ત્રીજી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો. અગાઉ જાપાને મલેશિયાને ૨-૧થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.