Last Updated on by Sampurna Samachar
૧૯૭૧ના ઓપરેશન સર્ચલાઈટનો ઉલ્લેખ કર્યો
આશરે ચાર લાખ મહિલાઓ દુષ્કર્મ હોવાનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલાઓની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા મુદ્દે ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું કે, પાકિસ્તાન માત્ર ખોટું બોલીને આખા વિશ્વનું ધ્યાન ગેરમાર્ગે દોરી રહ્યું છે.
પાકિસ્તાનમાં મહિલાઓની દયનીય સ્થિતિ ઉજાગર કરતાં ૧૯૭૧ના ઓપરેશન સર્ચલાઈટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનની સેનાએ આશરે ચાર લાખ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ થયો હતો.
પાકિસ્તાનની સેનાએ સામૂહિક દુષ્કર્મ કર્યું
પર્વથનેની હરિશે યુએનએસસીમાં મહિલા, શાંતિ અને સુરક્ષા મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન પાકિસ્તાનના આ ઓપરેશનનો ઉલ્લેખ થયો હતો. યુએનએસસીમાં આ બેઠક દરવર્ષે યોજાય છે. આ બેઠકમાં દેશમાં મહિલાઓની શાંતિ સ્થાપિત કરવામાં ભૂમિકા અને તેમની સુરક્ષા મુદ્દે ચર્ચા થાય છે. યુએનએસસીમાં ચર્ચા દરમિયાન હરીશે પાકિસ્તાન પર પ્રહાર કર્યો હતો કે, યુએનમાં દરવર્ષે પાકિસ્તાન ભારતની આકરી ટીકા કરતુ હોય છે.
ખાસ કરીને જમ્મુ-કાશ્મીર મુદ્દે… જેને તે પચાવી લેવા માગે છે. તે અવારનવાર આ મુદ્દે ભારત પર પ્રહાર કરે છે. પાકિસ્તાન એ દેશ છે જે પોતાના જ દેશ પર હુમલા કરે છે, અને નરસંહાર કરે છે. આ દેશ દુનિયાને માત્ર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો રહે છે.
હરીશે પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે પાકિસ્તાનમાં થયેલા ઓપરેશન સર્ચલાઈટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન એ જ દેશ છે, જેણે ૧૯૭૧માં ઓપરેશન સર્ચલાઈટ ચલાવ્યું હતું અને પોતાની જ સેના દ્વારા પોતાના જ દેશના અનેક નાગરિકોની હત્યા કરી હતી. આટલું જ નહીં, આશરે ચાર લાખ મહિલાઓ પર પાકિસ્તાનની સેનાએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. વિશ્વ હવે પાકિસ્તાનના આ જુઠ્ઠા પ્રચારને સમજી ગઈ છે.
વધુમાં હરીશે ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતે મહિલા શાંતિ સૈનિકોને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ડો કિરણ બેદી, ભારતના પ્રથમ આઈપીએસ અધિકારી, ૨૦૦૩માં યુએન પોલીસ ડિવિઝનના પ્રથમ મહિલા પોલીસ સલાહકાર બન્યા હતાં. મારૂ માનવું છે કે, હવે ભારતમાં મહિલાઓની શાંતિ માટે ચાલતાં મિશનો કામ કરી રહ્યા છે કે નહીં, તેવો સવાલ રહેવો જાેઈએ નહીં. આ ઉદાહરણ જ દર્શાવે છે કે, ભારતમાં શાંતિ મિશન વિના આ બાબત શક્ય નથી.
વધુમાં જણાવ્યું કે, મહિલાઓના શાંતિ મિશનની સૌથી ખાસ વાત એ છે કે, તે લીંગ આધારિત હિંસા દૂર કરવામાં મદદ કરે છે. તેમજ શાંતિ પ્રક્રિયા સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે છે. વિદેશ મંત્રી જયશંકરે પણ જણાવ્યું છે કે, મહિલા શાંતિ સૈનિક ‘શાંતિની દૂત‘ છે.