Last Updated on by Sampurna Samachar
ઓમાનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
સાત વર્ષ બાદ વડાપ્રધાન મોદીની ઓમાન મુલાકાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓમાનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “સમુદ્રના મોજા બદલાય છે… ઋતુઓ બદલાય છે… પરંતુ ભારત-ઓમાન મિત્રતા દરેક ઋતુ સાથે વધુ મજબૂત બને છે. તે દરેક ઋતુ સાથે નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે.”

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, “આજે આપણે ઐતિહાસિક ર્નિણયો લેવા જઈ રહ્યા છીએ, જેના પડઘા વર્ષો સુધી સંભળાશે. આપણો સંબંધ વિશ્વાસના પાયા પર બંધાયેલો છે. આજે આપણા રાજદ્વારી સંબંધોના ૭૦ વર્ષ પૂરા થયા છે. આપણા બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત બન્યો છે. ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુ સાથે વધુ મજબૂત બને છે.”
ભારત-ઓમાનનો ઇતિહાસ પેઢીઓ સાથે જોડાયેલો
PM મોદીએ કહ્યું હતું કે, “મને સાત વર્ષ પછી ઓમાનની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મને તમારા બધા સાથે વાત કરવાની તક મળી છે. આજની સમિટ ભારત-ઓમાન ભાગીદારીને નવી દિશા અને ગતિ આપશે.”
PM મોદીએ જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવું જાેઈએ. આપણે ભારત-ઓમાન ભાગીદારીને એક નવા સ્તરે પહોંચાડવી જોઈએ. આપણે ડઝનબંધ શ્રમ સંહિતા ઘટાડીને ફક્ત ચાર કરી છે. વિશ્વમાં અનિશ્ચિતતા છે. છેલ્લા ૧૧ વર્ષમાં, ભારતે તેના આર્થિક ડીએનએમાં પરિવર્તન લાવ્યું છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિનો પાયો છે.
વધુમાં કહ્યું, “અમે દરેક દેશની સંસ્કૃતિનો આદર કરીએ છીએ. આ સમિટ ભારત-ઓમાનની પ્રગતિને નવી દિશા આપશે. અમે ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. આનાથી ઓમાનને પણ ઘણા ફાયદા થશે. ભારત-ઓમાનનો ઇતિહાસ પેઢીઓ સાથે જોડાયેલો છે. આપણે નવા આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે આગળ વધવું જોઈએ. વેપારથી શરૂ થયેલો સંબંધ શિક્ષણ દ્વારા મજબૂત બનશે.”