૧૦, ૧૨ ૧૫ જાન્યુઆરી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકો વિનામૂલ્યે સ્ટેડીયમમાં જોઈ શકશે મેચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સામે આયર્લેન્ડ મહિલા ક્રિકેટ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાવાની છે. ૧૦, ૧૨ ૧૫ જાન્યુઆરી સ્ટેડિયમમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. ત્યારે આયર્લેન્ડની મહિલા ક્રિકેટરો અને ટીમના સ્ટાફનું રાજકોટમાં આરતી, ફૂલ હાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશને દર્શકો માટે મેચ જોવા માટે એન્ટ્રી ફ્રી રહેશે.
આગામી ૧૦, ૧૨ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે જે મેચની શરૂઆત સવારે ૧૧ વાગ્યાથી થશે. બન્ને ટીમની મહિલા ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે રોકાણ કરશે.
મળતા અહેવાલ પ્રમાણે રાજકોટની પીચ ખૂબ સારી છે, ખેલાડીઓને મનગમતી પીચ છે માટે અહીં ખૂબ સારો સ્કોર થશે તે માટે પીચ ક્યુરેટરે પીચ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર પહેલીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેચ રમવા માટે આવશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ટી-૨૦ અને વનડે મેચની સિરીઝ રમ્યા બાદ હવે રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર આર્યલેન્ડ વુમન ટીમ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. જેમાં ૧૦, ૧૨, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રમાશે.