Last Updated on by Sampurna Samachar
નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૪-૨૫ માટે ભારતનો GDP ગ્રોથ ૬.૬ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. RBI ના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માંગમાં સુધારાના કારણે દેશનો GDP ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના અવકાશ સાથે આગામી નાણાકીય વર્ષમાં સકારાત્મક અસરો જોવા મળવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
RBI એ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા ટકાઉ અને સ્થિર ગ્રોથ કરી રહી છે. ૨૦૨૪-૨૫માં GDP ૬.૬ ટકાના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે.
નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી, વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા NBFC ની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ NPA ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે.