અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત
હવે ચીન સાથે સરહદ વિવાદ ન થવા મુદ્દે થશે ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ચીન વચ્ચે વર્તમાન સમયમાં સંબંધો કેવા છે, બંને દેશોની સરહદ પર સ્થિતિ છું ? તે અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં તમામ જવાબ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘બંને દેશો તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં સેના પાછી ખેંચવાની કામગીરી પુરી થઈ ગઈ છે. બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાત કરી રહી છે. અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત થયા છીએ. ચીને મે-જૂન ૨૦૨૦માં સરહદ પર અનેક સૈનિકો તહેનાત કર્યા હતા, જેના કારણે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. ગલવાન ખીણમાં અથડામણ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પછી ભારતે પણ વળતો જવાબ આપી મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યા હતા.
તેમણે લોકસભામાં કહ્યું કે, ‘એલએસી પર ડિસએન્ગેજમેન્ટની કામગીરી પુરી થઈ ગઈ છે. લદ્દાખ અને ડેમચોકમાં પણ કામગીરી પુરી કરી દેવાઈ છે. હવે અમે તણાવ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આપણા સૈનિકોની મદદ કરવા માટે તત્પર છે. આપણા સંબંધો ચીન સાથે સુધરી રહ્યા છે, જાેકે ઘર્ષણ પહેલા જે સંબંધો હતા, તેવા સંબંધો હાલ સંપૂર્ણ સુધર્યા નથી. આગામી સમયમાં અમે ચીન સાથે ચર્ચા કરીશું કે, હવે વિવાદ ન થવો જાેઈએ.’
’તેમણે ભાષણમાં કહ્યું કે, ‘વર્ષ ૧૯૯૧માં બંને દેશો LSP પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા. ૧૯૯૩માં LAC પર શાંતિને બહાલી આપવા માટે સહમતી યથાવત્ રાખી હતી. બંને દેશો સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે જ્યારે પણ બેઠક કરવામાં આવી છે, ત્યારે તે સમજૂતીને યાદ કરવામાં આવી છે. ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘તાજેતરના અનુભવો થયા બાદ અમે સરહદ પર વધુ કડક કાર્યવાહી કરી છે. બંને પક્ષો સરહદ પર કડકાઈથી સુરક્ષાનું પાલન કરી રહ્યા છે. સરહદ પર અગાઉ જેવી ઘટનાઓ બનતી હતી, તેવી ઘટનાઓ હવેના સમયમાં ન બની, તે માટે સમજુતીનું પાલન કરવું જરૂરી છે. સરકારે કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી ભારત-ચીન વચ્ચેના સંબંધો હજુ સામાન્ય ન થઈ શકે. અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે, શાંતિ અને સમજુતી વગર જ સંબંધો સારા બમવાની ગેરેંટી છે. ચીનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ પણ ચીનના સમકક્ષો સાથે વાત કરી છે.
જયશંકરે કહ્યું કે, લદ્દાખમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે દર્શાવે છે કે, સરકાર આપણા સૈનિકો માટે મદદ કરવાની તત્પર છે. આપણા ચીન સાથે સંબંધો આગળ વધી રહ્યા છે. એ હકીકત છે કે, અગાઉની ઘટનાઓના કારણે ભારતના ચીન સાથે સંબંધો બગડ્યા હતા. આગાની દિવસોમાં ચીન સાથે સરહદ વિવાદ ન થવા મુદ્દે ચર્ચા કરાશે.