સમગ્ર ઘટના અને સરકારી ગાઈડલાઈન પર નજર રાખી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનમાં ફેલાઈ રહેલા નવા હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV )એ સમગ્ર વિશ્વ સાથે ભારતની પણ ચિંતા વધારી દીધી છે, ત્યારે હાલ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બહોળી સંખ્યામાં સ્વદેશ આવેલા NRI માં પરત જવા અંગે ચિંતાનું મોજુ ફરી રહ્યું છે. વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ભારતમાં પણ આ વાઇરસના પ્રથમ કેસથી ચિંતા ખૂબ વધી ગઈ છે. NRI પોતે સરળતાથી પરત વિદેશ જઈ શકે તે માટે તેઓ પણ સમગ્ર ઘટના અને સરકારી ગાઈડલાઈન પર નજર રાખી રહ્યા છે.
ચીનમાં HMPV વાયરસ ફેલાતા ત્યાં સ્થિતિ બગડી રહી છે. ચીનના વુહાનમાં સંખ્યાબંધ બાળકો સંક્રમિત થતાં શાળાઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. ચીનમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ વધી જતા સમગ દેશમાં હડકંપ ફેલાઈ ગયો છે. ગણતરીના દિવસોમાં ત્યાં સંક્રમણમાં તોતીગો વધારો થતાં સમગ્ર વિશ્વ હવે ચીન પર નજર રાખી રહ્યું છે. સાથે ભારત સરકારે પણ સમગ્ર મામલે WHO ને ચીનના સંક્રમણ પર નજર રાખવાની તાકીદ કરી છે. ચીનમાં ઊભી થયેલી પરિસ્થિતિના પગલે ભારતમાં પ્રથમ કેસનો પગ પેસારો થઈ જતા હાલ અહીં આવેલા NRI માં ખૂબ ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે.
હાલ આ એવો સમય છે જ્યારે વિદેશમાં સ્થાયી થયેલા NRI અને ગુજરાતીઓ સૌથી વધુ અહીં આવ્યા હોય. તેઓ દૈનિક કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની વેબસાઈટ અને એરપોર્ટની ગાઇડલાઇન પણ નજર રાખી રહ્યા છે. ઉપરાંત નવા કોઈપણ અપડેટ આવે તે માટે તેઓ સતત જાગૃત બન્યા છે. જેથી તેઓને પરત જવા ટાણે સરકારી ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી શકાય અને વિદેશમાં પ્રવેશ વખતે વધુ કોઈ અડચણ ઊભી ન થાય. ઉલ્લેખનીય છે કે, કોવિડ ૧૯ વખતે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ અલગ અલગ ગાઈડલાઈન બહાર પાડી પોતાના દેશમાં આવતા સ્વદેશી અને યાત્રીઓના પ્રવેશ પર નિયંત્રણો લાગુ કર્યા હતા. આવા કોઈ નિયંત્રણ અંગે પણ તેઓ સતત તપાસ કરી રહ્યા છે