Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની એરફોર્સના પાયલોટ ફાઈટર એરક્રાફ્ટની ટ્રેનીંગ માટે હાલ ચીનમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાની એરફોર્સ ચીન પાસેથી ૪૦ અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટ ખરીદી શકે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. આ ફાઇટર એરક્રાફ્ટથી પાકિસ્તાની એરફોર્સની તાકાતમાં ખૂબ જ વધારો થઇ જશે અને તેનાથી ક્ષેત્રીય શક્તિ સંતુલન બગડી શકે છે.
પાકિસ્તાનના નિવૃત એર કોમોડોર જીયા ઉલ હક શમશીનું કહેવું છે કે, ‘પાંચમી પેઢીના એરક્રાફટ પાકિસ્તાની એરફોર્સની તાકાતમાં ઘણો વધારો કરશે. ભવિષ્યમાં લગભગ ૧૫ વર્ષ સુધી ભારતીય એરફોર્સ પાસે આવું એક પણ એરક્રાફટ હશે નહી.’
ડિફેન્સ સિક્યુરીટી એશિયાની રીપોર્ટ અનુસાર, પાકિસ્તાનને ચીનના આ ખતરનાક એરક્રાફ્ટ મળી જવાથી દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલી શકે છે. પાકિસ્તાની એરફોર્સે ગત વર્ષે સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાના સંકેત આપ્યા હતા.
ચીનના શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશને આ અત્યાધુનિક જેટને બનાવ્યું છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની એરફોર્સના પાયલોટ ફાઈટર એરક્રાફ્ટની ટ્રેનીંગ માટે હાલ ચીનમાં છે. ચીનનું માઈટી ડ્રેગન ત્ન-૨૦ બાદ ત્ન-૩૫છ બીજું સ્ટીલ્થ એરક્રાફટ છે. J -૨૦ માત્ર ચાઇનીઝ એરફોર્સ માટે છે. જ્યારે J -૩૫A બીજા દેશોને પણ ચીન આપી રહ્યું છે. પાકિસ્તાની એરફોર્સ પહેલાથી જ ચીનનું J – 10 અને સંયુક્ત રૂપે વિકસિત JF -૧૭ એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે.
જૂના થઈ રહેલા યુએસ F -૧૬ અને ફ્રાન્સના મિરાજ ૫ વિમાનોના કાફલાને બદલવા માટે પાકિસ્તાની એરફોર્સ -૩૫ A મેળવી રહી છે. F -૩૫ B એક સિંગલ-સીટ, ટ્વીન એન્જિનવાળું, મધ્યમ કદનું સ્ટીલ્થ ફાઇટર છે. તેની ગણતરી વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર પ્લેનમાં થાય છે. ચીન J -૩૫A ને યુએસ F -૩૫B અને F-35 C વેરિઅન્ટ્સના સીધા હરીફ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.
જો પાકિસ્તાનને અત્યાધુનિક J -૩૫ એરક્રાફ્ટ મળી જશે તો ભારત માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે, ઇન્ડિયન એરફોર્સ ઘણાં સમયથી ફાઈટર એરક્રાફ્ટના અછતનો સામનો કરી રહી છે. હાલ ઇન્ડિયન એરફોર્સ સુખોઈ -૩૦ MKI અને રાફેલ જેવા ૪.૫ પેઢીના ફાઈટર એરક્રાફટ પર ર્નિભર છે. ચાઇનીઝ એરફોર્સ પહેલેથી જ J -૨૦ એરક્રાફ્ટનું સ્વેદેશી ધોરણે ઉત્પાદન કરી રહી છે. જો પાકિસ્તાનને હવે J -૩૫ A મળે છે, તો ભારતને પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદવાના પ્રયાસો વહેલી તકે કરવા પડશે.