મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા કરાઇ કાર્યવાહી
મોટાભાગની એપ્લિકેશન્સના ડેવલપર્સ હોંગકોંગ અને ચીનના
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા ૧૧૯ મોબાઇલ એપ્સને બેન કરી દેવામાં આવી છે. આ એપ્લિકેશન્સમાં મોટાભાગની વીડિયો અને વોઇસ ચેટ એપ્લિકેશન્સ છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતાં પ્લેટફોર્મ લુમેન ડેટાબેઝ દ્વારા ગૂગલે આ માહિતી આપી હતી.
સરકાર અને અન્ય ઓર્ગેનાઇઝેશન દ્વારા કન્ટેન્ટ રીમૂવલની રીક્વેસ્ટ કરવામાં આવે તેને લુમેન ડેટાબેઝ મોનિટર કરે છે. ભારત દ્વારા બેન કરવામાં આવેલી મોટાભાગની એપ્લિકેશન્સના ડેવલપર્સ હોંગકોંગ અને ચીનના છે. સરકાર દ્વારા ભારતમાં ઉપલબ્ધ ૧૧૯ એપ્લિકેશન્સને બેન કરવામાં આવી છે અને એમાંથી ગૂગલ દ્વારા ફક્ત ૧૫ એપ્લિકેશન્સને હજી સુધી કાઢવામાં આવી છે. બાકીની એપ્લિકેશન્સને હજી પણ ડાઉનલોડ કરી શકાય છે.
એમાંની થોડી જ એપ્લિકેશન્સના ડેવલપર્સ સિંગાપોર, અમેરિકા, યુકે અને ઑસ્ટ્રેલિયાના છે. આ બેન કરવામાં આવેલી એપ્લિકેશન્સમાંથી હજી બાકીની એપ્લિકેશનને બેન કરવામાં કેમ સમય લાગી રહ્યો છે એ વિશે ગૂગલ દ્વારા કોઈ માહિતી નથી આપવામાં આવી.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૯છ મુજબ આ એપ્લિકેશન્સને બ્લોક કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ સેક્શન હેઠળ નેશનલ સિક્યોરિટી અને જાહેર જનતાને નુક્સાન હોવ એવી તમામ એપ્લિકેશન્સને બેન કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.
૨૦૨૦માં સરકાર દ્વારા બેન કરવામાં આવેલી ઘણી એપ્લિકેશન્સની જેમ આ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એ સમયે ખૂબ જ પ્રચલિત એપ્લિકેશન્સ ટિક-ટોક અને શેરઇટને પણ બેન કરવામાં આવી હતી. એ સમયે પણ અંદાજે ૧૦૦ ની આસપાસ એપ્લિકેશન્સને બેન કરવામાં આવી હતી.
ભારતની સરકાર દ્વારા જે પણ એપ્લિકેશન્સને બેન કરવામાં આવી છે, એમાં ત્રણ ડેવલપર્સ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ગૂગલ દ્વારા તેમને આ બેન વિશે જણાવવામાં આવ્યું છે. આ ઇશ્યુને એડ્રેસ કરવા માટે ગૂગલ પણ ભારત સરકારને સપોર્ટ કરી રહી છે. જોકે કેટલાક ડેવલપર્સ દ્વારા સરકાર દ્વારા બેન કરવામાં આવી છે એ વિશે ચોક્કસ સવાલો પૂછ્યા છે, પરંતુ તેમને હજી સુધી એ વિશે કોઈ જવાબ આપવામાં નથી આવ્યાં. સિંગાપોરની ચિલચેટ અને ચીનની ચેન્ગએપ બન્ને કંપનીઓ દ્વારા આ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચિલચેટના પ્લે સ્ટોર પર દસ લાખથી પણ વધુ યુઝર્સ છે અને તેને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે. આ કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, ‘આ પ્રકારના એક્શનની અસર કંપની અને ભારતના યુઝર્સ બન્ને પર પડે છે.’