Last Updated on by Sampurna Samachar
ધોરણ ૧૦ માં સારા માર્કસથી પાસ થનારને લેપટોપ અપાશે
દિલ્હી સરકારે લીધો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી સરકારે એક મહત્વનો ર્નિણય લીધો છે. ઓલમ્પિકમાં જીતનાર ખેલાડીઓને મળતી રોકડ રકમમાં વધારો કર્યો છે. આ ઉપરાંત એશિયાડ, કોમન વેલ્થ ગેમ્સ અને નેશનલ ગેમ્સમાં પણ મેડલિસ્ટને મળતી ઇનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
પહેલા ઓલિમ્પિક જીતવા પર ૩ કરોડ, ૨ કરોડ અને ૧ કરોડ મળતા જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. ગોલ્ડ મેડલ માટે ૭ કરોડ, સિલ્વર મેડલ માટે ૫ કરોડ અને બ્રોન્ઝ મેડલ માટે ૩ કરોડ અપાશે. આ સાથે જ ઓલિમ્પિકમાં ગોલ્ડ, સિલ્વપ જીતનારને ગ્રુપ એની નોકરી અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારને ગ્રુપ બીની નોકરી અપાશે. અન્ય રમતોમાં પણ જીતનારને એ, બી અને સી કેટેગરીમાં નોકરી અપાશે.
દિલ્હીમાં સરકારી શાળામં કોમ્પ્યુટર લેબ નહીં
આ ઉપરાંત જેઓ ધોરણ ૧૦ માં સારા માર્કસથી પાસ થશે તેને લેપટોપ અપાશે. દિલ્હી સરકાર ૧૭૫ સરકારી શાળાઓમાં કમ્પ્યુટર લેબ પણ બનાવશે. આ લેબમાં ૪૦ કોમ્પ્યુટર્સ હશે. મહત્વનું છે કે દિલ્હીમાં ૧૦૭૪ સરકારી શાળાઓ છે જેમાં ક્યાંય પણ કોમ્પ્યુટર લેબ નથી. CSR દ્વારા ૧૦૦ ICT લેબ્સ બનાવી જ્યારે કેન્દ્ર સરકારે ૯૦૭ લેબ્સ માટે પૈસા આપ્યા પરંતુ પાછલી સરકારે તેનું કાર્ય પૂર્ણ ન કર્યું.