Last Updated on by Sampurna Samachar
શિવરંજની BRTS બસ સ્ટેન્ડની કેબિનમાં આગ લાગી
આ ઘટનામાં હજી સુધી કોઈ જાન હાનીના સમાચારો સામે આવ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવામાં ગરમી વધતાં આગ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. AC માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સૌથી વધુ પોશ ગણાતા શિવરંજની BRTS બસ સ્ટેશનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટના બનતાં જ લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડને ઘટનાનો કોલ મળતાં જ ગાડીઓ રવાના થઈ હતી.

અમદાવાદમાં ભર બપોરે શિવરંજની BRTS બસ સ્ટેશનની કેબિનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાન હાનીના સમાચારો સામે આવ્યા નથી. આગની ઘટના બનતાં જ કેબિન પાસે ઉભા રહેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તે પસાર થનારા વાહનચાલકો થંભી ગયા હતાં. સમગ્ર ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના થઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.