Last Updated on by Sampurna Samachar
પારલેની મુંબઇની ફર્મ પર દરોડા પાડવામાં આવ્યા
દેશને આઝાદી મળી તે પહેલાંની આ કંપની
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈમાં પારલે ગ્રૂપ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હોવાના સમાચાર મળ્યા છે. પારલે ગ્રૂપ PARLE – G , મોનાકો અને અન્ય બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચનારી ફર્મ છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગની ફૉરેન એસેટ યુનિટ અને મુંબઈની ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગ તરફથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે આ સર્ચ કેમ થઈ રહ્યું છે? તેનું કારણ સામે આવી શક્યું નથી. દરોડા પૂરા થયા બાદ તેની પાછળના કારણોનો ખુલાસો થઈ શકે છે. હાલ ઇન્કમ ટેક્સ વિભાગ કંપનીના ડોક્યુમેન્ટ તપાસ ચાલુ હતી .
સૌથી પહેલા વાત કરીએ PARLE – G બિસ્કિટને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલા નફા વિશે તો રિપોર્ટ અનુસાર FY24 માં તેનો નફો બમણો થઈને ૧,૬૦૬.૯૫ કરોડ રૂપિયા રહ્યો છે, જે FY23 માં ૭૪૩.૬૬ કરોડ રૂપિયા રહ્યો હતો. તેના ગત નાણાકીય વર્ષમાં પારલે બિસ્કિટની ઓપરેશનલ ઇન્કમ બે ટકાના વધારા સાથે વધીને ૧૪,૩૪૯.૪ કરોડ રૂપિયા થઈ ગઈ છે જો રેવન્યુની વાત કરીએ તો આ ૫.૩૧ ટકા ઉછળીને ૧૫,૦૮૫.૭૬ કરોડ રૂપિયા રહી છે. આ આંકડા દર્શાવે છે કે PARLE BISCUIT ની ડિમાન્ડ હજુ પણ જોરદાર છે.
ચા સાથે PARLE – G નું કોમ્બિનેશન સૌથી વધુ ફેમસ
પારલેની શરુઆતની વાત કરીએ તો આની શરુઆત દેશને આઝાદી મળ્યાના પહેલા વર્ષ ૧૯૨૯માં થઈ હતી. ૯૦ના દાયકાના બાળકોને તો પોતાનો તે સમય પણ યાદ હશે, જ્યારે ચા સાથે પારલે-જીનું કોમ્બિનેશન સૌથી વધુ ફેમસ હતું. રિપોર્ટ્સ અનુસાર કંપનીએ પારલે નામ મુંબઈના વિલે-પાર્લે વિસ્તારથી લીધું છે.
પારલેએ પહેલી વખત ૧૯૩૮ માં પારલે-ગ્લુકો નામથી બિસ્કિટનું પ્રોડક્શન શરુ કર્યું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કિટ જ હતું પરંતુ આઝાદી બાદ ગ્લુકો બિસ્કિટનું પ્રોડક્શન બંધ કરી દેવાયું હતું. દેશમાં તે સમયે અન્ન સંકટ તેનું મુખ્ય કારણ હતું કેમ કે આ બિસ્કિટને બનાવવા માટે ઘઉંનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જ્યારે આ મોટું સંકટ ઓછું થયું તો કંપનીએ તેનું પ્રોડક્શન ફરીથી શરુ કર્યું પરંતુ ત્યાં સુધી આ સેક્ટરમાં કોમ્પિટીશન ખૂબ વધી ગયું હતું અને તમામ કંપનીઓની માર્કેટમાં એન્ટ્રી થઈ ચૂકી હતી. ખાસ કરીને બ્રિટાનિયાએ ગ્લુકોઝ-ડી બિસ્કિટથી પોતાનો દબદબો જમાવ્યો હતો.