Last Updated on by Sampurna Samachar
બે લોકોએ અન્ય કારમાંથી સાયલેન્સરની ચોરી કરી
તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ગાડીઓના સાયલેન્સર ચોરી થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ઈકો કારના સાયલેન્સરની ચોરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરમાં આ પ્રકારની ચોરીનો કેસ સામે આવ્યો છે. કારમાં આવેલા બે લોકોએ અન્ય કારમાંથી સાયલેન્સરની ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સેક્ટર-૪માં કારમાંથી સાયલેન્સરની ચોરીનો બનાવ સામે આવ્યો છે. કારમાં આવેલા બે લોકોએ પાર્ક કરેલી કારમાંથી સાયલેન્સ કાઢીને નકલી સાયલેન્સર લગાવી દીધા હોવાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. ઓરિજિનલ સાયલેન્સર કાઢીને નકલી સાયલેન્સ ફીટ કરી ચોરી કરતી ગેંગ ગાંધીનગરમાં સક્રિય થતાં પોલીસને પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
પોલીસના સઘન પેટ્રોલિંગ સામે અનેક સવાલો
સેક્ટર ચારમાં પાર્ક કરેલી ઈકો ગાડીના ઓરિજિનલ સાયલેન્સર કાઢી લઈ નકલી સાયલેન્સર ફીટ કરી ચોરી કરતી ગેંગ સક્રિય થવાથી લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિક લોકોએ આ પ્રકારની ચોરીની ઘટના બનતાં જ સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્થાનિકોની ફરિયાદના આધારે આ ચોર ટોળકી સામે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને પોલીસના સઘન પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે.