Last Updated on by Sampurna Samachar
વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી
વરણામા પોલીસ સ્ટેશનના પીઆઈને ગામના રહીશે લેખિત અરજી આપી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામમાં વાયર ચોરી અને વીજ સમસ્યાથી ખેતરમાં ઉભા પાક માટે પાણીનુંસંકટ સર્જાતા પોલીસમાં અરજી આપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. વરણામા પોલીસ સ્ટેશનના પીઆઈનેગામના રહીશે લેખિત અરજી આપી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે.

અરજીમાં જણાવાયું છે કે, તા.૩એપ્રિલે ગામના થાંભલાના વીજ વાયરો અજાણ્યા તત્વો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે ગામની આઠ મોટર બંધ પડી ગઈ છે, જેના કારણે પાણી મળતું નથી અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
ઘરનું વીજ મીટર છેલ્લા બે મહિનાથી બગડેલું
પાણીના અભાવે ખેતી પર પણ સીધી અસર પડી રહી છે. ખાસ કરીને દિવેલા, તુવેર અને સુઠીયા જેવા પાકસુકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
રહીશે તાત્કાલિક તપાસ કરી દોષિતોસામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ રહીશે જાંબુવા વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરને પણ લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે તેમના ઘરનું વીજ મીટર છેલ્લા બે મહિનાથી બગડેલું છે. વારંવારજાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘરમાં વીજ પુરવઠો બંધ છે.
રહીશે વધુમાં જણાવ્યું છે કે તેમના ઘર નજીક વાંદરાઓ દ્વારા અનેક વખત વાયરો તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે જાેખમ પણ ઉભું થયું છે. તેથી તાત્કાલિક નવા વાયરો નાખવા તેમજ મીટર બદલવાની માંગકરવામાં આવી છે.