Last Updated on by Sampurna Samachar
ખંઢેર મકાનમાં સંતાડેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો
જે બાતમીના આધારે સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂનો જથ્થો સંતાડનાર આરોપી ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતીકે મોમાઈ નગર શેરી નંબર ત્રણમાં રહેતો મયુર સિંહ ભરતસિંહ જેઠવા નામના શખ્સ દ્વારા ગાંધીનગર વિસ્તારમાંઆવેલા એક ખંઢેર મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જે બાતમીના આધારે સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો.
આરોપી અશોક મીરચીને ફરાર જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી
જે દરોડા દરમિયાન ખંઢેર મકાનમાંથી ૭૬૩ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથીપોલીસે રૂપિયા ૨.૪૫ લાખનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, જ્યારે આ દારૂ સંતાડનાર મયુરસિંહભરતસિંહ જેઠવાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.જામનગરમાં દીગવિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉમલ મંગે નામના શખ્સના મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો,
જે દરોડા દરમિયાન પોતે મકાનમાં હાજર ન હતો, પરંતુ તેના મકાનમાંથી ૧૪ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થોમળી આવ્યો હતો, જે પોલીસે કબજે કરી લીધો છે અને મકાન માલિક આરોપી અશોક મીરચીને ફરાર જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.