Last Updated on by Sampurna Samachar
કારે સ્કૂટરને ટક્કર મારતા યુવતીનું મોત થયું
આરોપી ડેરિયસ એક વેપારીનો પુત્ર છે અને તેની ઉંમર લગભગ ૨૨ વર્ષ હોવાનું માનવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોવાની રાજધાની પણજીમાં માર્ગ અકસ્માત થયો હતો. દોના પૌલા વિસ્તારમાં ઝડપી કારે સ્કૂટરને ટક્કર મારી, જેમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું અને યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસનેજાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાસ્કોનો રહેવાસી ડેરિયસનામનો ૨૧ વર્ષીય યુવક કાર ચલાવી રહ્યો હતો.

ત્યારે તેની કાર સ્કૂટરને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતીકે સ્કૂટર સવાર યુવક અને યુવતી રસ્તા પરથી પટકાઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઉંમર લગભગ ૨૨ વર્ષ હોવાનું માનવામાં આવે
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. તબીબે મીરામારની રહેવાસી દીક્ષા પરવાડકરને મૃત જાહેરકરી હતી. અન્ય ઘાયલ અરુણ કુમાર સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને સાક્ષીઓનાનિવેદનો નોંધી રહી છે. આરોપી ડેરિયસ એક વેપારીનો પુત્ર છે અને તેની ઉંમર લગભગ ૨૨ વર્ષ હોવાનું માનવામાં આવે છે.
પોલીસે સોમવારે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૬(૧), ૧૨૫(મ્) અને૨૮૧ હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અકસ્માતના તમામ પાસાઓનીસંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુછે. આ અકસ્માતે ફરી એકવાર ઝડપી અને બેદરકારી પૂર્વક વાહન ચલાવવાના જોખમોને ઉજાગર કર્યા છે.