Last Updated on by Sampurna Samachar
ઘણાં રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ
વાવાઝોડાને કારણે ૮૩ લોકોના મોત થયાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ભરઉનાળે વરસાદ કાળ બન્યો હોય તેમ લાગી રહ્યુ છે. એવામાં એક તરફ સખત ગરમી છે અને બીજી તરફ વરસાદનો કહેર છે. દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય છે, જેની અસર જોવા મળી હતી. વાત કરીએ તો ઘણાં રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ તો ક્યાંક ધૂળની આંધી ફૂંકાઈ હતી અને વરસાદ પડ્યો હતો.
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ૧૦ એપ્રિલે યુપી-બિહારમાં વાવાઝોડાને કારણે ૮૩ લોકોના મોત થયા હતા. આમાંથી ૬૧ બિહારથી અને ૨૨ યુપીમાં થયા હતા.
બે દિવસ હવામાન આ રીતે રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં તોફાની પવન સાથે વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમજ આગામી બે દિવસ હવામાન આવું જ રહેવાની શક્યતાઓ છે.
ગુજરાતના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયું હતુ. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં ૪૨.૮, ગાંધીનગરમાં ૪૩.૨ અને રાજકોટમાં ૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે એપ્રિલ થી જૂન દરમિયાન તાપમાન સામાન્ય કરતા ૨-૪ ડિગ્રી વધારે રહી શકે છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં પણ તાપમાન સામાન્ય કરતા બમણું થઈ શકે છે.