Last Updated on by Sampurna Samachar
ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું
કોર્પોરેટરના પરિવારે પણ પોલીસ સામે દાદાગીરી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસે બ્લેક ફિલ્મ વાળી કાર સામે ડ્રાઈવ યોજી હતી. આ દરમિયાન કોર્પોરેટર અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. કોર્પોરેટર જ્યોત્સના બેલદારે પોલીસને જોઈ લેવાની ધમકી આપી હતી.

કોર્પોરેટરના પરિવારે પણ પોલીસ સામે દાદાગીરી કરતાં ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતાં. આટલેથી નહીં અટકતા કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં પણ ઉત્પાત મચાવ્યો હતો.પંચમહાલ જિલ્લાના કાલોલમા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવ દરમિયાન બ્લેક ફિલ્મ વાળી કાર સામે પોલીસે પગલાં લેવાનું શરૂ કર્યું હતું.
કાલોલ કોર્પોરેટરના પરિવારે પોલીસ સામે દાદાગીરી કર્યાનો આક્ષેપ
ત્યારે કાલોલ નગરપાલિકાના કોર્પોરેટર જ્યોત્સના બેલદાર અને પોલીસ વચ્ચે બ્લેક ફિલ્મ વાળી કારના મેમાને લઈને બબાલ થઈ હતી. કોર્પોરેટરના પરિવારે પણ પોલીસ સામે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેટરે પોલીસને જોઈ લેવાની ધમકી આપી હતી. કોર્પોરેટરની કારને બ્લેક ફિલ્મ લાગી હોવાથી પોલીસે તે કારનો પીછો કરીને ઉભી રાખી હતી.
આ દરમિયાન ભાજપ શાશિત કાલોલ નગરપાલિકાના કોર્પોરેટરના પરિવારે પોલીસ સામે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે મેમો આપવાની વાત કરતાં જ કોર્પોરેટર અને તેમના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતાં અને પોલીસને જોઈ લેવાની ધમકી આપી હતી. તેમની દાદાગીરીનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ પોલીસ સ્ટેશનમાં એવું કહેતા સંભળાય છે કે તમે મને લોકઅપમાં મુકી દો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે.