Last Updated on by Sampurna Samachar
પ્રેમી સાથે મળી પતિનો ખેલ ખતમ કર્યો, પછી પોલીસને પણ ગોઢે ચઢાવી
ધાર જિલ્લાના ગોંદીખેડા ચારણ ગામમાં રહેતા દેવકૃષ્ણ રોહિતની ર્નિમમ હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ જ પોતાનાપતિની હત્યાનું કાવતરું ઘડ્યું અને ગુનાને છુપાવવા માટે એવી વાર્તા ઉભી કરી કે શરૂઆતમાં તો પોલીસ પણચકરાવે ચડી ગઈ હતી. જો કે, માત્ર ૩૬ કલાકમાં પોલીસે આ ‘માસ્ટરમાઇન્ડ‘ પત્નીના મગરમચ્છના આંસુપાછળનું સત્ય શોધી કાઢ્યું છે.

ધાર જિલ્લાના ગોંદીખેડા ચારણ ગામમાં રહેતા દેવકૃષ્ણ રોહિતની ર્નિમમ હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટીમચી ગઈ હતી. ઘટનાની રાત્રે દેવકૃષ્ણની પત્ની પ્રિયંકાએ જોરજોરથી બૂમો પાડીને ગ્રામજનોને ભેગા કર્યાહતા. તેણે રડતા–રડતા એવી કહાની સંભળાવી કે કેટલાક અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા, તેઓએતેના પતિ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો અને તેને (પ્રિયંકાને) બંધક બનાવીને લૂંટ ચલાવી.
કડક પૂછપરછમાં અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો
પ્રિયંકાનાઆંસુ એટલા અસલી લાગતા હતા કે કોઈને પણ તેના પર શંકા ન ગઈ. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીત્યારે તપાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ કડીઓ મળી આવી. ઘરમાં જબરદસ્તી પ્રવેશના કોઈ નિશાન નહોતાઅને લૂંટની રીત પણ શંકાસ્પદ લાગતી હતી. એસપી મયંક અવસ્થીના નેતૃત્વમાં ટીમે જ્યારે ટેકનિકલ પુરાવાઅને કોલ ડિટેલ્સ તપાસી, ત્યારે પ્રિયંકાની વાર્તા ખોટી સાબિત થવા લાગી. કડક પૂછપરછમાં અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
તપાસમાં બહાર આવ્યું કે પ્રિયંકા અને દેવકૃષ્ણના લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા. પુખ્ત વયના થયા બાદજ્યારે પ્રિયંકાને પતિ સાથે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું, ત્યારે તે તૈયાર નહોતી. કારણ કે, પ્રિયંકાને તેનાજ ગામના કમલેશ નામના યુવક સાથે વર્ષોથી પ્રેમ સંબંધ હતો. તે ઘણીવાર તેના પતિ સાથે ઝઘડો કરીને પિયરજતી રહેતી હતી અને તેના પ્રેમી સાથે રહેવા માંગતી હતી.
પ્રિયંકાએ તેના પ્રેમી કમલેશ સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. કમલેશે તેના મિત્રસુરેન્દ્રને ૧ લાખ રૂપિયામાં સોપારી આપી. પ્લાન મુજબ, સુરેન્દ્ર રાત્રે ઘરમાં ઘૂસ્યો અને ઊંઘી રહેલા દેવકૃષ્ણનીહત્યા કરી દીધી. હત્યા બાદ પ્રિયંકાને દોરડાથી બાંધી દેવામાં આવી જેથી આ લૂંટનો કેસ લાગે. જો કે, પોલીસેલૂંટાયેલો સામાન પ્રિયંકાના જ ઘરમાંથી શોધી કાઢ્યો હતો.
મૃતક દેવકૃષ્ણની બહેન અને માતાએ જણાવ્યું કે પ્રિયંકા હંમેશા દેવકૃષ્ણને અપમાનિત કરતી હતી અને કહેતીહતી કે “તું મારા લાયક નથી.” પરિવારનો આરોપ છે કે ૨૦૨૦થી આ પ્રેમ પ્રકરણ ચાલતું હતું. હાલ પોલીસેપ્રિયંકા અને તેના પ્રેમી કમલેશની ધરપકડ કરી છે, જ્યારે હત્યા કરનાર ત્રીજા આરોપી સુરેન્દ્રની શોધખોળ ચાલુછે.