Last Updated on by Sampurna Samachar
મહિલાને નોકરીમાંથી બહાર નીકાળતા મહિલા કોર્ટમાં પહોંચી
મહિલાને ૪૧ લાખ વળતર ચૂકવવા કોર્ટનો કંપનીને આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનમાં એક મહિલાને ઓફિસમાંથી દરરોજ માત્ર એક મિનિટ વહેલું નીકળવું એટલું મોંઘું પડ્યું કે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવી. પરંતુ હવે કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપતાં કંપનીને ફટકાર લગાવી છે. આ ઘટના ચીનના ગ્વાંગઝોઉ શહેરની છે, જ્યાં એક ખાનગી કંપનીમાં ત્રણ વર્ષથી કામ કરતી વાંગ નામની મહિલાને માત્ર ૬ દિવસ સુધી એક મિનિટ વહેલું નીકળવાના આરોપમાં નોકરીમાંથી કાઢી નાખવામાં આવી હતી.
HR મેડમે શું કહ્યું?મહિલાને HR મેડમે જણાવ્યું કે, ઓફિસના CCTV રેકોર્ડ્સમાં વાંગ નિર્ધારિત સમયથી એક મિનિટ વહેલા બહાર જતી જોવા મળી છે. કંપનીએ તેને કોઈ ચેતવણી આપ્યા વગર જ નોકરીમાંથી કાઢી નાખી. મહિલાએ આને અન્યાય ગણાવીને કોર્ટનો દરવાજો ખખડાવ્યો. મહિલાને HR મેડમે જણાવ્યું કે, ઓફિસના CCTV રેકોર્ડ્સમાં વાંગ નિર્ધારિત સમયથી એક મિનિટ વહેલા બહાર જતી જોવા મળી છે. કંપનીએ તેને કોઈ ચેતવણી આપ્યા વગર જ નોકરીમાંથી કાઢી નાખી. મહિલાએ આને અન્યાય ગણાવીને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
અનુશાસનના નામે જુલમ ચલાવી લેવામાં આવશે નહીં
સ્થાનિક કોર્ટે સુનાવણી બાદ જણાવ્યું કે, મહિલા વિરુદ્ધ લેવાયેલું પગલું ગેરકાયદેસર છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે એક મિનિટ વહેલા ઓફિસમાંથી નીકળવું એ કોઈ મોટી વાત નથી કે કર્મચારીને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે. કોર્ટે કહ્યું કે, મહિલાને કંપની તરફથી કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. કંપનીનું આ પગલું એકદમ ખોટું છે. કોર્ટે કંપનીને આદેશ આપ્યો કે તે મહિલાને ૪૧ લાખ વળતર ચૂકવે.
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે શું કર્મચારીઓને આટલી નાની-નાની બાબતોમાં સજા આપવી યોગ્ય છે ? આ પહેલાં પણ આવા કિસ્સા સામે આવ્યા છે, જેમ કે નવેમ્બર ૨૦૨૩માં એક કર્મચારીને ઓફિસમાં થોડી મિનિટ સૂઈ જતાં તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. તે કેસમાં પણ કોર્ટે કર્મચારીને ૪૧ લાખ રૂપિયાથી વધુનું વળતર અપાવ્યું હતું.
આ ચુકાદો ચીનની કંપનીઓ માટે એક મોટા મેસેજ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મનમરજીથી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવા સરળ નથી. કોર્ટે મેસેજ આપ્યો છે કે કર્મચારીઓના અધિકારો પણ મહત્વના છે, અને અનુશાસનના નામે જુલમ ચલાવી લેવામાં આવશે નહીં.