Last Updated on by Sampurna Samachar
પિડીતાએ દિયર પર કર્યો એસિડ એટેક
પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના ભોજપુર જિલ્લામાં એક હચમચાવતી ઘટના બની છે. જેમાં અહીં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને પોતાની ભાભી સાથે દુષ્કર્મ આચરી અને પીડિતા દ્વારા આરોપી પર એસિડ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના રાત્રે ઉદવંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી.

આરોપી મહેન્દ્ર સિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવ જે તે ગામનો રહેવાસી છે. એસિડ હુમલામાં તેનો ચહેરો અને આંખો બળી ગઈ છે. પોલીસ કસ્ટડીમાં તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ માહિતી મળતાં જ FSL ની ટીમ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
નરાધમ હાલ તબીબી સારવાર હેઠળ
FSL ની ટીમે ઘટનાસ્થળેથી સેમ્પલ એકત્રિત કરી કેસની તપાસ શરૂ કરી છે.. ઘટના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતાનો પતિ દિલ્હીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તે તેના બે બાળકો સાથે ગામમાં રહે છે. જ્યાં રાત્રે તે તેના બાળકો સાથે ઘરમાં બેઠી હતી. ત્યારે આરોપીએ તેના ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું..
ત્યારે ઘટના બાદ ગુસ્સે ભરાયેલી પીડિતાએ ઘરમાં બોટલમાં રાખેલ એસિડ તેના ચહેરા પર ફેંકી દીધું. જેના કારણે આરોપીનો ચહેરો બળી ગયો. ત્યારબાદ પીડિતા દ્વારા ઉદવંતનગર પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર સિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી લીધી.
FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા. બીજી તરફ SHO રામ કલ્યાણ યાદવે જણાવ્યું કે, દિયર દ્વારા ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. પીડિતાનું કોર્ટમાં કલમ ૧૬૪ હેઠળ નિવેદન નોંધવામાં આવશે.