Last Updated on by Sampurna Samachar
નાના બાળકોની ટીખળના કારણે મારામારીમાં લોકો ઘાયલ
પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા અરાજકતા ફેલાઈ છે. ભલગામડા ગામમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટનામાં ૪ લોકો ઘાયલ થયા છે. આ મારામારીમાં બંને જૂથો લાકડી, પાઈપ અને ખેતીના ઓજારો લઈને સામે સામે આવી ગયા હતા. જે બાદ એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા ભલગામડા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. બે અલગ અલગ સમાજના લોકો દ્વારા ધોકા, પાઈપ અને ખેતીના ઓજારો સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે બાદ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મામલો ગરમાતા વાત મારામારી સુધી પહોંચી
આ મામલે પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. આ મારામારીની ઘટનાનું કારણ નાના બાળકોની ટીખળ હોવાનું સામે આવ્યું છે. જે બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ગરમાતા વાત મારામારી સુધી પહોંચી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.