બેંગ્લુરુમાં પત્નીએ પતિ સાથે સૂવાના બદલામાં પૈસાની માંગણી કરી …

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પતિએ પત્ની પર માનસિક, શારીરિક ત્રાસનો લગાવ્યો આરોપ

ડિવોર્સની વાત કરી તો પત્નીએ ૪૫ લાખની ડિમાન્ડ મૂકી

(સંપૂર્ણ સમાચાર સેવા)

પતિ અને પત્ની વચ્ચે ઝઘડાના સમાચાર તો આપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ હવે એવા એવા સમાચાર સામે આવે છે કે જાણીને સ્તબ્ધ થઈ જવાય. અહીં પતિએ તેની પત્ની પર માનસિક, શારીરિક ઉત્પીડનના ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્નીએ શારીરિક સંબંધ બદલ રૂપિયાની માંગણી કરે છે. આ ઉપરાંત શારીરિક કષ્ટ પણ આપે છે. એટલું જ નહીં ઓફિસની મીટિંગ વખતે કેમેરા પર પત્નીની અભદ્ર હરકતોને કારણે યુવકે પોતાની નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો. આ મામલો કર્ણાટકના પાટનગર બેંગ્લુરુનો છે.

પત્ની ઉપરાંત તેના સાસુ-સસરાએ ત્રાસ આપ્યો

મળતા રિપોર્ટ મુજબ એક વ્યક્તિ પત્ની વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેનો આરોપ છે કે પત્નીએ અનેકવાર તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચાડી છે. પત્ની ઉપરાંત તેના સાસુ-સસરા પણ રૂપિયાની સતત માંગણી કરે છે એવા આરોપ લગાવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

રિપોર્ટ્સ મુજબ પતિનો આરોપ છે કે પત્નિ સાથે સૂવા માટે પણ દરરોજ ૫ હજાર રૂપિયાની માંગણી કરે છે. હાલ આ મામલે મહિલા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પતિનો આરોપ છે કે વર્ષ ૨૦૨૨ માં લગ્ન બાદથી જ પત્નીએ તેની સાથે સંબંધ બનવવાની ના પાડી દીધી હતી અને આ પાછળનું કારણ તે બાળક ગણાવે છે.

આરોપ છે કે જ્યારે પતિએ નિરોધની સાથે સેક્સની વાત કરી તો પત્નીએ રૂપિયાની માંગણી કરી હતી. એવી પણ ખબર છે કે જ્યારે વ્યક્તિએ ડિવોર્સ લેવાની ઈચ્છા વ્યક્ત કરી તો પત્નીએ ૪૫ લાખની ડિમાન્ડ મૂકી દીધી. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે મહિલા પતિને આત્મહત્યાની ધમકી આપીને બ્લેકમેઈલ કરે છે.

વ્યક્તિએ નોકરી જવાનું કારણ પણ પત્નીને ગણાવી દીધી. જ્યાં પતિએ પત્ની પર આરોપ છે કે પતિના વર્ક ફ્રોમ હોમ વખતે તે મીટિંગ વચ્ચે આવીને નાચતી હતી અને ઝઘડા પણ કરતી હતી. પતિની મીટિંગ વખતે તે જોર જોરથી બૂમો પાડતી હતી. આ ઘટનાઓના પગલે પીડિતે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.