Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયામાં હાઇકોર્ટના ચૂકાદાની ચર્ચા ચાલી
આરોપીએ પીડિતા સાથે યૌન ઉત્પીડનની કોશિશ કરી તેની કોઇ સાબિતી નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે સગીરા પીડિતાના સ્તનોને પકડવા, તેને પાયજામાનું નાડું તોડીને તેને કલ્વર્ટની નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ બળાત્કાર અથવા બળાત્કારનો આરોપ લગાવવા માટે પૂરતું નથી. અલાહાબાદ હાઈકોર્ટ (HIGHCOURT) ની સિંગલ બેન્ચનો આ ર્નિણય હવે ચર્ચામાં આવી ગયો છે. સોશિયલ મીડિયામાં તેની ખુબ ચર્ચા થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે કાસગંજની એક કોર્ટે બે આરોપીઓ, પવન અને આકાશને IPC ની કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોક્સો અધિનિયમની કલમ ૧૮ હેઠળ સમન પાઠવ્યું હતું. આરોપીઓ પર એક સગીરા સાથે રેપની કોશિશનો આરોપ હતો. ઘટના ૨૦૨૧ની છે. આરોપીઓએ છોકરીને લિફ્ટ આપવાના બહાને રોકી અને પછી તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. રાહગીરો પહોંચ્યા તો આરોપીઓ ભાગી ગયા. ત્યારબાદ પીડિતાના પરિજનોએ ફરિયાદ નોંધાવી.
હાઇકોર્ટનો નિર્ણય મહત્વનો સાબિત થયો
આરોપીઓએ નીચલી કોર્ટના આ સમનને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો. તેમણે દલીલ કરી કે તેમના વિરુદ્ધ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે. પરંતુ તેમના પર IPC ની કલમ ૩૭૬ (બળાત્કાર) લગાડવી જોઇએ નહીં.
૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ સ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે તેના પર ચુકાદો આપ્યો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે બળાત્કરાના પ્રયત્ના આરોપ લગાવતા પહેલા એ સાબિત કરવું પડશે કે કૃત્ય ‘તૈયારી‘ના તબક્કાથી આગળ વધીને ‘વાસ્તવિક પ્રયાસ‘ની શ્રેણીમાં આવે છે.
કોર્ટે કહ્યું કે સાક્ષીઓએ એવું કહ્યું નથી કે પીડિતા નગ્ન થઈ હતી કે તેના કપડાં ઉતારવામાં આવ્યા હતા. એ પણ સાબિત થતું નથી કે આરોપીએ પીડિતા સાથે યૌન ઉત્પીડનની કોશિશ કરી. મીડિયા રિપોર્ટ મુજબ હાઈકોર્ટે IPC ની કલમ ૩૭૬ અને પોક્સો એક્ટની કલમ ૧૮ને હટાવવાનો આદેશ આપ્યો છે. હવે આરોપીઓ પર કલમ ૩૫૪ (બી) અને પોક્સો એક્ટની કલમ ૯ અને ૧૦ હેઠળ કેસ ચાલશે. આ ચુકાદો અપરાધની તૈયારી અને અપરાધના વાસ્તવિક પ્રયાસ વચ્ચેના અંતરને સ્પષ્ટ કરે છે. હાઈકોર્ટનો આ ર્નિણય નીચલી કોલ્ટોમાં નોંધાયેલા મામલાઓની ગંભીરતા અને આરોપોની કાનૂની સમીક્ષાના દ્રષ્ટિકોણને નિર્ધારિત કરવામાં મહત્વનો સાબિત થઈ શકે છે.