Last Updated on by Sampurna Samachar
૧ ઓક્ટોબર ૨૦૨૫થી આ ભાવ લાગૂ થશે
રવિ સીઝન માટે ન્યૂટ્રિયન્ટ બેઝ સબસિડીની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં યોજવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો અને સરકારી નોકરી કરતા લોકોને મોટી ભેટ આપવામાં આવી છે. ખેડૂતો માટે ખાસ રવિ સીઝન માટે કેબિનેટની બેઠકમાં મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. તેનાથી ફર્ટિલાઈઝર કંપનીઓને મોટી રાહત મળી છે.

રવિ સીઝન માટે ન્યૂટ્રિયન્ટ બેઝ સબસિડીની જાહેરાત સરકારે કરી છે. જેની હેઠળ ૨૦૨૫ની રવિ સીઝન માટે ૩૭,૯૫૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. નાઈટ્રોજન પર રૂપિયા ૪૩.૦૨ પ્રતિ કિલો સબસિડી મળશે તો ફોસ્ફરસ પર રૂપિયા ૪૭.૯૬ પ્રતિ કિલો સબસિડી મળશે. પોટાસ પર રૂપિયા ૨.૩૮ અને સલ્ફર પર રૂપિયા ૨.૮૭ સબસિડી મળશે. ૧ ઓક્ટોબર ૨૦૨૫થી આ ભાવ લાગૂ થશે.
મદ્રાસ ફેર્ટના શેરમાં તેજી જોવા મળી
આ સમાચાર મળતા જ ફર્ટિલાઈઝર કંપનીઓના શેર રોકેટ ગતિએ દોડ્યા છે. જેમાં ચંબલ ફર્ટિલાઈઝર ૨.૦૫ રૂપિયા વધીને ૪૮૮ રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે કોરોમંડલ ઈન્ટરનેશનલના શેરનો ભાવ ૨૨૩૪.૮૦ રૂપિયા પર જોવા મળ્યો છે. આ સિવાય ફેર્ટ અને કેમ, દિપક ફર્ટિલાઈઝર, મદ્રાસ ફેર્ટના શેરમાં પણ તેજી જોવા મળી છે.
 
				 
								