સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી

કાયદાકીય વિવેક પર છોડી દેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે, હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે.
જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કહ્યું કે, પર્સનલ લો ને અમાન્ય જાહેર કરીને શૂન્ય સ્થિતિ ઉત્પન્ન કરવાથી યોગ્ય એ જ રહેશે કે, તેને કાયદાકીય વિવેક પર છોડી દેવામાં આવે જેથી વિધાનસભા સમાન નાગરિક સંહિતા પર કાયદો બનાવી શકે.ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે પર્સનલ લો ના કારણે ઉદ્ભવતી મુશ્કેલીઓમાંથી બચવા માટ વિધાનસભાને તેના પર કામ કરવાનું સૂચન આપ્યું છે.

દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે

મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, દેશની તમામ મહિલાઓ માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. કોર્ટે પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરી છે. જુઓ, એક મુસ્લિમ પુરુષ… તે કોઈપણ પ્રક્રિયાનું પાલન કરીને તેની પત્નીને એકપક્ષીય રીતે તલાક આપી શકે છે.
કોર્ટે આગળ કહ્યું કે, ‘શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિપક્ષીય સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ છીએ કે નહીં. તેથી આપણે મૂળભૂત ફરજોને પ્રભાવી બનાવવા માટે કાયદાકીય શક્તિ પર આધાર રાખવો પડશે.‘ સૂર્યકાંતે કહ્યું કે, જેમ સાચું જ કહેવામાં આવ્યું છે કે, તેનો જવાબ યુનિફોર્મ સિવિલ કોડ છે.
મુસ્લિમ મહિલાઓ માટે સમાન ઉત્તરાધિકાર અધિકારોની માગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં તમામ મહિલાઓને સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે સમગ્ર ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને ઉત્તરાધિકારના અધિકારોથી વંચિત રાખવા અંગે મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ, ૧૯૩૭ને પડકારતી અરજીમાં સુધારો કરવા માટે પણ કહ્યું છે.
ચીફ જસ્ટિસે અરજદારના વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, ‘તમે અરજીમાં સુધારો કરીને વૈકલ્પિક  જોગવાઈઓ પર વિચાર કેમ નથી કરતા? ભારતીય મહિલાઓના અધિકારોના એક મહત્ત્વપૂર્ણ ભાગને તેનાથી વંચિત કરવામાં આવી રહ્યો છે, આ સવાલ માત્ર ૧૯૩૭ના કાયદાનો નથી.‘
આના પર વકીલ ભૂષણે કહ્યું કે, ‘હું તે કરીશ, અને અમે અરજીમાં સુધારો પણ કરીશું.‘ આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાને મુલતવી રાખવામાં આવે, આ વચ્ચે અરજદારને સુધારેલી અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.