Last Updated on by Sampurna Samachar
ગેરકાયદેસર દારૂનો વેપાર પણ મોટા પાયે ચાલી રહ્યો છે
બિહારમાં ચૂંટણી પહેલા દારૂનો કારોબાર ચરમ સીમા પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં દારૂબંધી એક ચર્ચાસ્પદ અને જટિલ મુદ્દો રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં નીતિશ કુમાર સરકારે રાજ્યમાં દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, પરંતુ ૮ વર્ષ પછી પણ પરિસ્થિતિ ઘણી અલગ જણાય છે. દારૂબંધી લાગુ હોવા છતાં, રાજ્યમાં ગેરકાયદેસર દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. પોલીસ અને પ્રશાસન દ્વારા દારૂ પકડવાના આંકડા આ હકીકતની પુષ્ટિ કરે છે, અને આ આંકડા સતત વધી રહ્યા છે.

બિહારમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં, ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકી નથી. પોલીસના તાજેતરના આંકડા દર્શાવે છે કે ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં બિહારમાં દર મહિને સરેરાશ ૭૭,૦૦૦ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં ૧૬% નો વધારો દર્શાવે છે. આ વધારો પોલીસની કડક કાર્યવાહીનો સંકેત આપે છે, પરંતુ સાથે-સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે ગેરકાયદેસર દારૂનો વેપાર પણ મોટા પાયે ચાલી રહ્યો છે.
૩૯૩ વધારાના ચેકપોઈન્ટ બનાવાશે
બિહાર પોલીસના દારૂબંધી વિભાગના અધિક મહાનિર્દેશક અમિત કુમાર જૈનના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે (ઓગસ્ટ ૨૦૨૪ સુધી) રાજ્યમાં દર મહિને સરેરાશ ૬૭,૦૦૦ લિટર દારૂ જપ્ત કરવામાં આવતો હતો. આ વર્ષે આ સરેરાશ વધીને ૭૭,૫૪૦ લિટર થઈ ગઈ છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી કડકાઈ વધારવા છતાં પણ, દારૂનો કાળોબજાર મજબૂત બન્યો છે.
ADG અમિત કુમાર જૈન દાવો કરે છે કે દારૂ પકડવામાં થયેલો વધારો, દારૂબંધીના કાયદાનો કડક અમલ અને દેખરેખમાં વધારો થવાને કારણે થયો છે. તેમણે જણાવ્યું કે ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં, Liquor Control Department એ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ૫,૭૪,૫૨૬ લિટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ,૧૨,૫૧૫ લિટર દેશી દારૂ અને ૩૩,૨૮૧ લિટર અન્ય પ્રકારનો દારૂ જપ્ત કર્યો છે. આ આંકડા માત્ર ૨૦૨૫ના પ્રથમ ૮ મહિનાના છે.
દારૂબંધી કાયદાના અમલ બાદથી અત્યાર સુધીના આંકડા વધુ ચોંકાવનારા છે. છડ્ઢય્ જૈને જણાવ્યું કે ૨૦૧૬માં દારૂબંધી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ૨૭.૫ મિલિયન લિટરથી વધુ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ વિશાળ જથ્થામાંથી, ૯૭% નો નાશ કરવામાં આવ્યો છે. આ આંકડો એ દર્શાવે છે કે બિહારમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ કેટલા મોટા પાયે ચાલી રહ્યું છે અને તે કેટલી ગંભીર સમસ્યા છે.
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેના કારણે દારૂનો મુદ્દો રાજકીય રીતે પણ ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે. ચૂંટણી દરમિયાન દારૂની હેરાફેરી સામાન્ય બની જતી હોય છે. આને ધ્યાનમાં રાખીને, સરકારે સરહદી વિસ્તારોમાં તકેદારી વધારી દીધી છે.
દારૂ સહિત ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી રોકવા માટે ૩૯૩ વધારાના ચેકપોઈન્ટ બનાવવામાં આવશે. બિહાર-નેપાળ સરહદ પર દારૂની દાણચોરી અટકાવવા માટે જુલાઈ ૨૦૨૫ દરમિયાન ૧૮૮ બેઠકો યોજવામાં આવી હતી, જે સરહદી વિસ્તારોમાં સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂકે છે.