Last Updated on by Sampurna Samachar
રાસાયણીક ખાતરનો ભાવ વધતાં ખેડૂતો પર પડતા પર પાટુ જેવી સ્થિતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IFCO દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરાતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના ધોરાજીના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભાવ વધારાને અયોગ્ય ગણાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળુ વાવેતર શક્ય નથી. એક તરફ “દેશી ખાતર” મળી નથી રહ્યું. અને બીજી તરફ રાસાયણીક ખાતરનો ભાવ વધારીને સરકાર ખેડૂતોની કમર તોડી રહી છે.
ઉનાળુ પાકમાં મોટાપાયે મગફળી, તલ, મકાઈ, કઠોળ, ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાં ખાતરની જરૂર પડે છે. ખેડૂતોને તેમની જણસના પૂરા ભાવ મળી રહ્યા નથી. આ ઉપરથી ઈફ્કોએ રાસાયણિક ખાતરમાં ૫૦ કિલોની બેગ દીઠ રૂપિયા ૨૫૦નો વધારો કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આવી રીતે ભાવ વધારીને તંત્ર ખેડૂતોને આત્મહત્યા તરફ ધકેલી રહ્યું છે.