Last Updated on by Sampurna Samachar
બંગાળમાં મમતાએ ખાણીપીણી અને બટાકાના મુદ્દે ભાજપને ઘેર્યું
ભાજપ સત્તામાં આવતાની સાથે જ ઈંડા, માછલી અને મીટ ખાવા પર પ્રતિબંધ લાદી દેશે : મમતા બેનર્જી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ તરફથી સ્ટ્રેટેજિક દાવપેચ ચાલી રહ્યા છે. બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની જનસભાઓ પર નજર કરીએ તો, તેઓ ત્રણ બાબતો પર વિશેષ ભાર મૂકતા જોવા મળી રહ્યા છે.CM મમતા પોતાના ભાષણોમાં એવા મુદ્દાઓને વધુ મહત્વ આપી રહ્યા છે, જેની સાથે સામાન્ય જનતાનો સીધોસંબંધ છે.

મમતા બેનર્જી પોતાની દરેક જનસભામાં કહી રહ્યા છે કે, જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પરઆવશે, તો તે લોકોની ખાણીપીણી કેવી હોવી જોઈએ એ પણ નક્કી કરવા લાગશે. તેઓ આરોપ લગાવીરહ્યા છે કે ભાજપ સત્તામાં આવતાની સાથે જ ઈંડા, માછલી અને મીટ ખાવા પર પ્રતિબંધ લાદી દેશે. મમતાનામતે, જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં ખાવા–પીવા પર આ પ્રકારના પ્રતિબંધો પહેલેથી જ અમલમાં છે.
જીવિકા માટે માત્ર આ પાક પર જ ર્નિભર
મુખ્યમંત્રી મમતા બેનર્જી એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે, જે રાજ્યોમાં ભાજપ શાસિત સરકારો છે ત્યાંમાછલી ખાવામાં નથી આવતી. તેઓ કહે છે કે ભાજપને કોઈપણ ધર્મમાં આસ્થા નથી, તે માત્ર પોતાનો એજન્ડાલાદવા માગે છે અને તેના માટે સમાજમાં ઝઘડા તથા રમખાણો ફેલાવવાનું કામ કરે છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તમામ મોટા મુદ્દાઓ વચ્ચે બટાકાનું બમ્પર ઉત્પાદન અત્યારે એક જ્વલંત મુદ્દોબનીને ઉભર્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બટાકાના આ મુદ્દાને બરાબર પકડી લીધો છે અને તેઓ પોતાનીમોટાભાગની જનસભાઓમાં આનો ઉલ્લેખ કરતા જાેવા મળી રહ્યા છે.
મમતા બેનર્જીએ મંગળવારે બટાકાનાખેડૂતોને થયેલા નુકસાન માટે વળતરની જાહેરાત કરી અને બીજા રાજ્યોમાં વેચાણ પર લાગેલા પ્રતિબંધોમાંપણ છૂટછાટ આપી છે. મિદનાપુરની સભામાં તેમણે કહ્યું કે, જો વેપારીઓ અને ખેડૂતોના બટાકાના પાકનેનુકસાન થશે, તો તેમને વળતર આપવામાં આવશે. આ સાથે જ તેમને રાજ્યની બહારના બજારોમાં પણ પોતાનીઉપજ મુક્તપણે વેચવા દેવામાં આવશે.
મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘જો તમારે બટાકા માટે વળતર જોઈતું હોય, તો તૃણમૂલનેવોટ આપો.’ પશ્ચિમ બંગાળમાં આ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થયું છે, જેનો અંદાજ લગભગ ૧૩૦ લાખ ટનછે. આને કારણે બજારમાં બટાકાનો પુરવઠો એટલો વધી ગયો છે કે વેપારીઓ માટે પોતાનો સ્ટોક વેચવો મુશ્કેલ બની રહ્યો છે. આ અગાઉ, રાજ્યની બહાર બટાકા વેચવા પર લાગેલા પ્રતિબંધોએ વેપારીઓ અનેખેડૂતો વચ્ચે ભારે અસંતોષ ઊભો કર્યો હતો. આ પૈકીના અનેક લોકો પોતાની આજીવિકા માટે માત્ર આ પાક પર જ ર્નિભર છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જી પોતાની રેલીઓમાં ભાજપ પર બીજા રાજ્યોના લોકોને મતદારો બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે ભાજપે બહાને અન્ય રાજ્યોના પોતાનાસમર્થકોને પશ્ચિમ બંગાળમાં મતદાર બનાવી દીધા છે.