Last Updated on by Sampurna Samachar
સુરેન્દ્રનગરમાં શાળાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આપી ધમકી
શાળા સંચાલકોની મનમાનીનો કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરમાં શાળા સંચાલકોની મનમાની સામે આવી છે. હકીકતમાં, સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલની મનમાની ફીનો મુદ્દો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાળા સંચાલકો વાલીઓ પર ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ ફી નહીં ભરે તો બાળકોને પરીક્ષામાં બેસવા નહીં દેવાની ધમકી પણ આપી રહ્યા છે. શાળાએ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલીને આ માહિતી આપી છે. જોકે, અચાનક ફી ભરવાનું કહેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલમાં ફી અંગે વાલીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, જનરલ મેનેજર વાલીઓ પર ફી જમા કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. શાળા સંચાલકોએ આ અંગે શાળાના વોટ્સએપ ગ્રુપ પર માહિતી આપી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ફી જમા ન કરાવનારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવશે નહીં.
વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો
મેસેજમાં કહેવામાં આવ્યું છે કે શાળા સંચાલકો ધોરણ ૧ થી ૧૧ ના વિદ્યાર્થીઓ પર ફી જમા કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી બાકી છે. બીજી તરફ, શાળા સંચાલનના આ ર્નિણયને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.