Last Updated on by Sampurna Samachar
ખેડૂતોની સહાયમાં ઉદ્યોગપતિઓને મળતી મદદ જોડાઈ
ભરૂચમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાક બરબાદ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં કમોસમી વરસાદને પગલે પાકને થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતોનો આક્રોશ હવે ઉફાન પર છે. કમોસમી વરસાદના કારણે પાકને થયેલા ૮૦% થી ૮૫% નુકસાન બાદ ખેડૂતોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્રોશ એટલો છે કે, હવે ખેડૂતોની સહાયમાં ઉદ્યોગપતિઓને મળતી મદદ જોડાઈ છે.

ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં કમોસમી વરસાદે હજારો ખેડૂતોના તૈયાર પાકને નષ્ટ કરી દીધા, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા. ખેતરો તળાવોમાં ફેરવાયા, અને ખેડૂતોની મહેનત, બીયારણ અને ખાતરનો ખર્ચ ડૂબી ગયો. ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે અને સહાય ન મળે તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી છે.
હવે અમે આર્થિક રીતે તૂટી ગયા છીએ : ખેડૂતો
ભરૂચ જિલ્લાના ૯ તાલુકા—ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, આમોદ, વાગરા અને જંબુસરમાં છેલ્લા ૧૫ દિવસથી કમોસમી વરસાદે હજારો એકર જમીનમાં ઘૂંટણસમું પાણી ભરી દીધું. આનાથી કપાસ, શેરડી અને ડાંગર જેવા પાક સંપૂર્ણ બરબાદ થયા.
હાંસોટના ખેડૂતો, જેમ કે નોફર પટેલ (દેત્રાલ ગામના સરપંચ) અને કનુભાઈ પટેલે જણાવ્યું, “અમારી મહેનત અને ખર્ચ બધું વ્યર્થ ગયું. ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, અને હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.”ખેડૂતોની મહેનત ડૂબી છે. ખેડૂતોએ ત્રણ-ત્રણ વખત બીયારણ વાવ્યું, ખાતર અને મજૂરીમાં હજારો રૂપિયા ખર્ચ્યા, અને પોતાનો પરસેવો રેડીને પાક તૈયાર કર્યો. પરંતુ કમોસમી વરસાદે આ બધું નાશ કરી દીધું.
હાંસોટમાં ખેડૂતોએ ડાંગરના પાકને બચાવવા રોડ પર પાથરીને સૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત વરસાદે તે પણ નિષ્ફળ કર્યું. હિંગલોટ ગામના એક ખેડૂતે જણાવ્યું, “અમારો પાક ગયો, અને હવે અમે આર્થિક રીતે તૂટી ગયા છીએ.”
નર્મદા નદીની અસરચોમાસા દરમિયાન નર્મદા નદીમાં પાણી છોડવાથી નદીકાંઠાના ખેડૂતો પહેલેથી જ પીડાયા હતા. ચોમાસું પૂર્ણ થયા બાદ કમોસમી વરસાદે વધુ નુકસાન કર્યું, જેના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની મહેનત અને આર્થિક રોકાણ પાણીમાં ડૂબી ગયા. વળતરની માંગખેડૂતોએ સરકાર પાસે હેક્ટર દીઠ ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની માંગ કરી છે. સરકારે નુકસાની વળતર માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ ઘણા ખેડૂતો માટે આ પ્રક્રિયા જટિલ છે.
ખેડૂતોએ કહ્યું, “જો ઉદ્યોગોનું દેવું માફ થઈ શકે, તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં?” ચૂંટણીની ચીમકીનિરાશ ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની સહાયની માંગ પૂરી નહીં થાય, તો આગામી ચૂંટણીમાં તેઓ પોતાનો પરચો બતાવશે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું કે તેમણે મુખ્યમંત્રીને ખેડૂતોની સહાય માટે રજૂઆત કરી છે.