Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના શરીફે કાર્યક્રમમાં આપ્યું નિવેદન
નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કડક પગલાં લીધા તેમજ ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનના આતંકીના ઠેકાણાને ઠેકાણે પાડી દીદા બાદ પણ પાકિસ્તાને ફરી એકવાર ભારતને ધમકી આપી છે. મળતી માહિતી અનુસાર શરીફ ચૌધરીએ જણાવ્યું છે કે જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું. શરીફે કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી, જોકે એવું માનવામાં આવે છે કે આ યુદ્ધવિરામ પછીનો વીડિયો છે.
તમને જણાવી દઈએ કે પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને સિંધુ જળ સંધિ મુલતવી રાખી છે. હાલમાં ભારતે પાકિસ્તાનનું પાણી રોકી દીધું છે. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થાય. ડારનું આ નિવેદન તેમની બેઇજિંગ મુલાકાત દરમિયાન આવ્યું હતું. અહીં તાલિબાન અને ચીનના વિદેશ પ્રધાનો પણ તેમની સાથે હતા.
આતંકવાદને સહન કરીશું નહીં : ઇશાક ડાર
ઇશાક ડારે કહ્યું કે અમે આતંકવાદને સહન કરીશું નહીં, અમારી સરકારનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે અમે આતંકવાદનો સામનો એ જ રીતે કરીશું જે રીતે અમે ૨૦૧૩ અને ૨૦૧૮ માં કર્યું હતું. બીજી તરફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આર્મી ચીફ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનો દંડો સોંપ્યો. મુનીરને ભારત વિરુદ્ધ ઓપરેશન બુન્યાન-ઉમ-માર્સૂસ માટે આ પ્રમોશન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફિલ્ડ માર્શલ પાકિસ્તાનમાં સર્વોચ્ચ લશ્કરી રેન્ક છે, જેને ફાઇવ સ્ટાર રેન્ક ગણવામાં આવે છે. આ રેન્ક જનરલથી ઉપર છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં સક્રિય બે મોટા આતંકવાદી જૂથો ભારતના ઈશારે કામ કરે છે. આમાં બલૂચ આર્મી અને તાલિબાન પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
બલુચિસ્તાનમાં એક બસ પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા. આસિફે આ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે તે તેમાં ભારતની સંડોવણીના પુરાવા આપશે. આનો જવાબ આપતાં ભારતે કહ્યું કે પાકિસ્તાન હંમેશા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આવું કરતું રહ્યું છે.