Last Updated on by Sampurna Samachar
રક્ષામંત્રી રાજનાથ સિંહનો અમેરિકા અને ચીનને જવાબ
લગભગ ૨૦ મિનિટ સુધી વાતચીત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદને લઈને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ભારત પર હુમલો થશો તો તેનો જવાબ મોટા હુમલા દ્વારા આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અઠવાડિયે તેમના અમેરિકી સમકક્ષ પીટ હેગસેથ સાથે લગભગ ૨૦ મિનિટ સુધી વાતચીત કરી હતી.

આ દરમિયાન રક્ષા મંત્રીએ હેગસેથને કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા સરહદ પારના આતંકવાદી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે પહેલા હુમલો કરવાનો અધિકાર છે. આ સાથે તેમણે પાકિસ્તાનના રેકોર્ડને લઈને કહ્યું કે, ભારતનો પાડોશી દેશ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે.
૧૦૦ કલાક ચાલેલા સંઘર્ષમાં પાકિસ્તાનને થયુ નુકસાન
તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીરને લન્ચ માટે વ્હાઈટ હાઉસ આમંત્રિત કર્યા હતા. તેવામાં રાજનાથ સિંહની આ પ્રકારની ટિપ્પણીને ભારત તરફથી એક મજબૂત સંદેશના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતુ અને જવાબી કાર્યવાહીમાં પાક.ના આતંકી ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
જેને લઈને રાજનાથ સિંહે કહ્યું કે, મે મહિનામાં પાકિસ્તાન સાથે ૧૦૦ કલાક ચાલેલા સંઘર્ષ દરમિયાન ભારતની કાર્યવાહી માપદંડ મુજબની, બિન-ઉશ્કેરણીજનક, પ્રમાણસર અને કેન્દ્રિત હતી. જ્યારે પાકિસ્તાને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.