Last Updated on by Sampurna Samachar
પોતાના ખર્ચે તે ૧૦-૧૫ લોકોની પ્રાઇવેટ ટીમ રાખતો હતો
રૌફ જમાવવા અસલી SDM ને લાફો મારી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના એક નકલી IAS ની પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી ધરપકડ થઈ છે. આરોપ છે કે ભાગલપુર જિલ્લાના રહેવાસી ગૌરવ કુમાર સિંહ ખુદને IAS અધિકારી ગણાવીને ત્રણ રાજ્યોમાં ગોરખધંધા ચલાવી રહ્યો હતો. તે ખોટો રૌફ જમાવવા માટે દર મહિને લાખો રૂપિયા ખર્ચ કરતો હતો. આ તામઝામ બતાવીને આરોપી ગૌરવે બિહાર, ઉત્તર પ્રદેશમાં કરોડોની પ્રોપર્ટી બનાવી લીધી.

સમાજમાં IAS વાળો રૌફ બનાવી રાખવા માટે ગૌરવ સિંહ અસલી સરકારી ઓફિસરવાળો તામઝામ બનાવી રાખતો હતો. તે સફેદ ઇનોવા કારથી ફરતો હતો. તેના પર ક્યારેક લાલ બત્તી તો ક્યારેક વાદળી બત્તી ચમકાવતો. પોતાના ખર્ચે તે ૧૦-૧૫ લોકોની પ્રાઇવેટ ટીમ રાખતો હતો. તે ગામડાઓમાં સતત ફરતો રહેતો. જોતા એવું લાગતું કે તે અસલમાં IAS અધિકારી છે.
નકલી IAS અધિકારી બનવામાં તેના સાળાની મદદ
કહેવાય છે કે નકલી રૌફ જમાવવા માટે ગૌરવ સિંહ મહિનામાં લગભગ પાંચ લાખ રૂપિયા ખર્ચ કરતો હતો. યુપીના ગોરખપુરથી ધરપકડ થયેલા ગૌરવ સિંહ કેટલીય જગ્યાએ પોતાનું નામ લલિત કિશોર બતાવતો હતો. ગૌરવને લઈને પોલીસે જણાવ્યું કે તે રૌફ જમાવવા માટે કોઈ પણ હદે જઈ શકતો હતો.
એક વાર બિહારના ભાગલપુર જિલ્લાના એક ગામની મુલાકાત દરમિયાન અસલી એસડીએમે તેની બેચ અને રેન્કને લઈને સવાલ પૂછી લીધો તો તે એટલો ગુસ્સે થયો કે તેણે અસલી એસડીએમને લાફો ઝીંકી દીધો. અસલી SDM એટલા ગભરાઈ ગયા કે તેની ફરિયાદ કરવાની પણ હિંમત ન કરી.
પોલીસે જણાવ્યું કે, આરોપી ગૌરવ છોકરીઓનો શોખીન હતો. તેનો મોબાઈલ ચેક કરતા તેની ચાર ગર્લફ્રેન્ડ હતી. તેની લાંબી લાંબી ચેટને જોતા લાગ્યું કે તે ત્રણ છોકરીઓને પ્રેગ્નેન્ટ કરી ચૂક્યો છે. ગૌરવ બિહારના એક મંદિરમાં લગ્ન પણ કરી ચૂક્યો છે. ગૌરવે પૂછપરછમાં જણાવ્યું કે, તેને નકલી IAS અધિકારી બનવામાં તેના સાળા અભિષેકે ઘણી મદદ કરી હતી.
અભિષેક સોફ્ટવેરમાં સારું એવું કામ કરે છે. તેની મદદથી તે બનેવીને નકલી આઈડી, નકલી નેમ પ્લેટ અને અન્ય દસ્તાવેજ બનાવીને આપતો રહેતો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે પહેલા રૂપિયા આપીને નકલી ડોક્યુમેન્ટ બનાવતો હતો. જ્યારેથી AI વાપરવાનું સરળ બન્યું છે, ત્યારથી નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં ઘણી સુવિધા થઈ ગઈ છે. અખબારનું કટિંગથી લઈને સરકારી ટેન્ડર સુધી બધું જ AI થી તૈયાર કરવા લાગ્યા.
ગૌરવ ખુદને IAS હોવાનો ડર બનાવી રાખતો. તે બિલ્ડરો અને વેપારીઓને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના નામ પર ટાર્ગેટ બનાવતો રહેતો. ટેન્ડરના નકલી એઆઈ જનરેટ પેપર આપીને કરોડોની છેતરપિંડી કરતા. બિહારના એક વેપારીએ તેને ૪૫૦ કરોડનું ટેન્ડર આપીને ૫ કરોડ રૂપિયા અને બે ઇનોવા કાર લાંચમાં લઈ લીધી.