Last Updated on by Sampurna Samachar
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ૨૦૨૨ વિશ્વકપનું ટાઇટલ જીત્યું
ઓસ્ટ્રેલિયા ૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે મેચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC મહિલા વિશ્વકપ ૨૦૨૫ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હેલીને કેપ્ટન બનાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા ૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ મજબૂત જોવા મળી રહી છે. તેના ઘણા પ્લેયર્સ મહિલા પ્રીમિયર લીગમાં ભારતમાં રમે છે, તેનો ફાયદો વિશ્વકપમાં થઈ શકે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પસંદગીકાર શોન ફેગલરે સ્વીકાર્યું કે ભારતમાં રમવું એક મોટો પડકાર હશે પરંતુ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની ટીમ આ ચેલેન્જ પૂરી કરશે. તેમણે કહ્યું- ટીમમાં સામેલ કેટલાક ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી મહિલા પ્રીમિયર લીગમાં રમે છે, જેનો અનુભવ કામ લાગશે.
એલિસા હેલી, બેથ મૂની, એલિસ પેરી જેવા મેચ વિનર સામેલ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ૨૦૨૨ વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ટીમ છ વખત ટ્રોફી જીતી ચૂકી છે. એટલે કે ૨૦૨૫માં તે આઠમી વખત ટાઈટલ જીતવાના ઈરાદાથી ઉતરશે. જે ટીમે ૨૦૨૨મા ટ્રોફી જીતી હતી, જેના ૧૦ ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં એલિસા હેલી, બેથ મૂની, એલિસ પેરી જેવા મેચ વિનર સામેલ છે.
ICC વિશ્વકપ ૨૦૨૫ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ :
એલિસા હેલી (કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, ફીબી લિચફીલ્ડ, તાહલિયા મેક્ગ્રા, જોર્જિયા વોલ, જોર્જિયા વેરહમ, મેગન શટ્ટ, એનાબલ સધરલેન્ડ.
ઓસ્ટ્રેલિયા ટીમ શેડ્યૂલ
૧ ઓક્ટોબર- વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (ઇન્દોર)
૪ ઓક્ટોબર- વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)
૮ ઓક્ટોબર- વિરુદ્ધ પાકિસ્તાન (કોલંબો)
૧૨ ઓક્ટોબર- વિરુદ્ધ ભારત (વિશાખાપટ્ટનમ)
૧૬ ઓક્ટોબર- વિરુદ્ધ બાંગ્લાદેશ (વિશાખાપટ્ટનમ)
૨૨ ઓક્ટોબર- વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ઇન્દોર)
૨૫ ઓક્ટોબર- વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ઇન્દોર)
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે કુલ ૭ ODI વર્લ્ડ કપ જીત્યા છે. ટીમે ૧૯૭૮માં ફાઇનલ રમ્યા વિના પોઈન્ટના આધારે પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. આ પછી, ટીમે ૧૯૮૨, ૧૯૮૮, ૧૯૯૭, ૨૦૦૫, ૨૦૧૩ અને ૨૦૨૨માં ખિતાબ જીત્યો છે.