Last Updated on by Sampurna Samachar
અફઘાનિસ્તાનના, પાકિસ્તાનના, શ્રીલંકાના અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ટીમમાં સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ મેન્સ ODI ટીમ ઓફ ધ યર ૨૦૨૪ ની જાહેરાત કરી છે. આ ટીમમાં ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો નથી. આ સિવાય ટીમની કમાન શ્રીલંકાના ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. આ ટીમમાં સૌથી વધુ ત્રણ દેશોના મહત્તમ ખેલાડીઓએ પોતાની જગ્યા બનાવી છે.
મેન્સ વનડે ટીમ ઓફ ધ યર ૨૦૨૪ માં અફઘાનિસ્તાનના ૩, પાકિસ્તાનના ૩, શ્રીલંકાના ૪ અને વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીને સ્થાન મળ્યું છે. જેમાં શ્રીલંકાના ચરિથ અસલંકા, કુસલ મેન્ડિસ, પથુમ નિસંકા અને વાનિન્દુ હસરગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન તરફથી સામ અયુબ, શાહીન આફ્રિદી અને હારિસ રઉફને તક મળી છે. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ, અઝમતુલ્લા ઉમરઝાઈ અને ગઝનફરને સ્થાન મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના શેરફેન રધરફોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ICC ની મેન્સ વનડે ટીમ ઓફ ધ યર ૨૦૨૪માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમોના કોઈપણ ખેલાડીને ચાન્સ મળ્યો નથી. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૪ માં માત્ર એક જ ODI સિરીઝ રમી હતી. ભારતે આ સિરીઝ શ્રીલંકા સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
ICC મેન્સ વનડે ટીમ ઓફ ધ યર ૨૦૨૪
ચરિથ અસલંકા (કેપ્ટન), કુશલ મેન્ડિસ, પથુમ નિસંકા, વાનિન્દુ હસરગા, સેમ અયુબ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, રહેમાનુલ્લા ગુરબાઝ, અઝમતુલ્લા ઉમરઝાઈ, ગઝનફર, શેરફેન રધરફોર્ડ.