Last Updated on by Sampurna Samachar
આ ટીમમાં વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC એ પુરૂષોની T૨૦ ટીમ ઓફ ધ યર જાહેર કરી દીધી છે. ICC એ વર્ષ ૨૦૨૪ની ટીમ માટે રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી છે. તેની સાથે આ ટીમમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પરંતુ વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ પણ આ ટીમનો ભાગ છે.
ઝિમ્બાબ્વેના ખેલાડી સિકંદર રઝાને પણ તક આપવામાં આવી છે. ICC એ કોહલીને ટીમ ઓફ ધ યરમાંથી બાકાત કરીને ચોંકાવનારો ર્નિણય લીધો છે. જોકે રોહિત આ ટીમનો એક ભાગ છે અને તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશીપમાં T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો. વર્ષ ૨૦૨૪ રોહિત માટે શાનદાર રહ્યું. રોહિતે T૨૦ વર્લ્ડ કપમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની સુપર ૮ મેચમાં ૯૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ICC મેન્સ ટી૨૦ ટીમ ઓફ ધ યર ૨૦૨૪ :
રોહિત શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલિપ સોલ્ટ, બાબર આઝમ, નિકલોસ પૂરન, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિન્દુ હસરંગા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્ષ ૨૦૨૪ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. જેમાં દિગ્ગજ અને લેજેન્ડનો દરજ્જાે હાંસલ કરી ચૂકેલા જસપ્રીત બુમરાહ, યુવા યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું હતું. આ ટીમમાં ઈંગ્લેન્ડના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે કેન વિલિયમસન પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને આ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચોક્કસપણે, ગયા વર્ષે ટીમમાં સામેલ ત્રણ ભારતીયોનું પ્રદર્શન ખૂબ જ જાેરદાર રહ્યું હતું. જોકે, વર્ષના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયા સામેની હાર તેમના વાર્ષિક પ્રદર્શન પર પાણી ફેરવી દીધું. પરંતુ તે એકંદર પ્રદર્શન હતું જેના કારણે બુમરાહ, જયસ્વાલ અને જાડેજા ICC ટેસ્ટ ટીમ ઑફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. એકંદરે, વર્ષ ૨૦૨૪ માં, બુમરાહે ૧૪.૯૨ ની સરેરાશથી ૭૧ વિકેટ લીધી હતી. તે ટેસ્ટ ઈતિહાસમાં ૨૦થી ઓછી એવરેજથી ૨૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.