Last Updated on by Sampurna Samachar
માર્શ અંગે ર્નિણય લેવા માટે NSP બેઠક કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ પીઠની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. માર્શની રમવાની શક્યતા ઓછી છે, જેના કારણે IPL માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે તેનું રમવાનું પણ શંકામાં છે. ઓસ્ટ્રેલિયન ટીમે ૨૨ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમવાની છે.
ઈજાના કારણે મિશેલ માર્શ હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે નહીં. તેની પાસે મુશ્કેલ સિઝન રહી છે અને તેણે SCG ખાતે ભારત સામેની અંતિમ ટેસ્ટમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. તેમણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સાત ઈનિંગ્સમાં ૭૩ રન બનાવ્યા અને બોલિંગમાં મર્યાદિત ભૂમિકા ભજવી હતી. પાંચ ટેસ્ટ મેચની સીરિઝ દરમિયાન તેમની ફિટનેસ નિયમિત ચર્ચાનો વિષય રહ્યો છે.
ભારત સામેની ટેસ્ટ સીરિઝ પછી તેણે ૭ જાન્યુઆરીએ એકમાત્ર BBL મેચ રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા માનસિક અને શારીરિક રીતે તાજગી મેળવવા માટે BBL સિઝનની છેલ્લી ત્રણ મેચમાંથી આરામ કર્યો હતો. તેમની પીઠની સમસ્યા ગંભીર રહી અને પસંદગીકારોએ તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો છે.
CAA એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મિશેલ માર્શ કમરના દુખાવાના કારણે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે.” તાજેતરના અઠવાડિયામાં તેમની કમરના નીચેના ભાગમાં દુખાવો વધુ ગંભીર થયો છે, જેના કારણે NSP એ માર્શને લાંબા સમય સુધી રિહેબિટેશનમાં રહેવાની ભલામણ કરી છે. માર્શ હવે રમતમાં પાછા ફરવાની યોજનાના ભાગ રૂપે આરામ અને રિહેબિટેશનમાં વધુ સમય પસાર કરશે. માર્શ અંગે ર્નિણય લેવા માટે NSP બેઠક કરશે.