ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈ BCCI અને PCB પોતપોતાની જિદ પર અડગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતપોતાની જિદ પર અડગ છે. હવે તમામ ICC ના ર્નિણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICC એ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે. એક તરફ BCCI હાઈબ્રિડ મોડલની જિદ પર અડગ છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાને તેના માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. આ મુદ્દે ICC ની બેઠક યોજાવાની હતી જે ૫ થી ૭ ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે.
મળતા રિપોર્ટ અનુસાર, એક ચર્ચામાં ICC એ PCB ને હાઈબ્રિડ મોડલ માટે મનાવ્યું, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર PCB ICC ટૂર્નામેન્ટ માટે તેના અંતિમ સ્ટેન્ડ સાથે ICC સાથે બેઠક કરવા માટે તૈયાર છે. PCB એ હાઈબ્રિડ મોડલ પર એક શરત મૂકી કે ભારતમાં યોજાતી તમામ ટૂર્નામેન્ટ પણ હાઈબ્રિડ મોડલ પર જ હોવી જાેઈએ, કારણ કે આ પછી પાકિસ્તાનની ટીમ ICC ની કોઈપણ ઈવેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે, પરંતુ ટૂર્નામેન્ટનું ફાઈનલ શેડ્યૂલ હાલ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ICC એ આ મુદ્દા પર ૨૯ નવેમ્બરે મિટિંગ યોજી હતી, પરંતુ તેમાં કોઈ સહમતિ બની ન હતી. હવે નવી મિટિંગને ૫થી ૭ ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. ડ્રાફ્ટ શેડ્યૂલમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે લાહોર, કરાચી અને રાવલપિંડી ત્રણ સ્થળ છે અને જેના માટે પાકિસ્તાનમાં તૈયારીઓ ચાલી રહી છે.
૧ ડિસેમ્બરના રોજ ગ્રેગ બાર્કલેના કાર્યકાળ પૂર્ણ થયા બાદ જય શાહે ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ૫ ડિસેમ્બરે દુબઈમાં ICC હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને સ્ટાફ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મળ્યા. તેમણે કહ્યું કે, આ યાત્રાએ ICC બોર્ડમાં મારા સહયોગીઓ સાથે જોડાવા માટે એક અમૂલ્ય તક પૂરી પાડી, જ્યાં અમે આ અદ્ભુત રમતના ભવિષ્યને આકાર આપવા માટે પ્રારંભિક રોડમેપ અને રણનીતિઓ પર ચર્ચા કરી. ક્રિકેટને આગળ લઈ જવા માટે પડદા પાછળ અથાક મહેનત કરતી સમર્પિત ICC ટીમને મળીને પણ મને એટલી જ ખુશી થઈ.