IBBI એ આ ફેરફારને ૩ ફેબ્રુઆરીએ નોટિફાઈ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જે લોકો ઘર ખરીદવા માંગતા હોય તે લોકો માટે ખુશખબરી આવી છે. હવે રિઝોલ્યુશન પ્રોસેસ દરમિયાન જ તમને ઘરનું પઝેશન મળી જશે. તેનો અર્થ છે કે, હોમ બાયર્સને ઘરનું પઝેશન લેવા માટે રિઝોલ્યૂશન પ્રોસેસ ખત્મ થવા સુધીની રાહ નહીં જોવી પડે. તેના માટે ઈનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)એ નિયમોમાં ફેરફાર કર્યા છે. IBBI એ આ ફેરફારને ૩ ફેબ્રુઆરીએ નોટિફાઈ કર્યા છે. આ ફેરફાર તાત્કાલિક લાગૂ થઈ ગયો છે.
IBBI ના આ પગલાથી લાખો ઘર ખરીદદારોને ફાયદો થશે. હાલ રિયલ એસ્ટેટ કંપનીની વિરુદ્ધ ચાલી રહેલી ઈનસોલ્વેન્સી પ્રક્રિયા ખત્મ થયા બાદ જ તેમને ઘરનું પઝેશન મળતુ હતુ. આમાં ઘણો સમય લાગતો હતો. ત્યાર સુધી ઘર ખરીદદારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમને એ પણ ખબર નથી હોતી કે, ઈનસોલ્વેન્સી પ્રક્રિયા ખત્મ થવામાં કેટલો સમય લાગશે. નિયમોમાં ફેરફારથી ઘર ખરીદદારોની આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે.
IBBI એ કોર્પોરેટ ઈનસોલ્વેન્સી રિઝોલ્યૂશન પ્રોસેસ સંબંધિત નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. આમાં સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, રિઝોલ્યૂશન પ્રોફેશનલ્સને રિઝોલ્યૂશન પ્રોસેસ દરમિયાન પ્લોટ, એપાર્ટમેન્ટ કે બિલ્ડિંગ્સનું પઝેશન ખરીદદારને આપવાનો અધિકારી આપવામાં આવ્યો છે. તેના માટે બઘી ઔપચારિકતાઓ ખત્મ થયા બાદ રિઝોલ્યૂશન પ્રોફેશનલને કમિટી ઓફ ક્રેડિટર્સનું અપ્રૂવલ લેવું પડશે.
રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રિઝોલ્યૂશન પ્રોસેસ પૂરી થવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગે છે. ત્યારે IBBI એ ઘર ખરીદદારો માટે એક બીજો મોટો ર્નિણય લીધો છે. હવે હોમ બાયર્સ જેવા મોટા ક્રેડિટર્સની મદદ કરવા માટે ફેસિલિટેટર્સ હશે. તેઓ રિઝોલ્યૂશન પ્રોસેસમાં હોમ બાયર્સની વધારે હિસ્સેદારી સુનિશ્ચિત કરશે. આ ફેસિલિટેટર્સ ઓથરાઈઝ્ડ રિપ્રઝેન્ટેટિવ્સ અને ક્રેડિટર્સની વચ્ચે ઈન્ટરમીડિયરીઝનું કામ કરશે. તેનાથી ઈનસોલ્વેન્સીની પ્રક્રિયા સંબંધિત બધી જાણકારીઓ મળી શકશે.
હવે કમિટી ઓફ ક્રેડિટર્સ રિઝોલ્યુશન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે નોઈડા અને હુડા જેવા જમીન સત્તાવાળાઓને બેઠકોમાં આમંત્રિત કરી શકશે. આ સત્તાવાળાઓ રેગ્યુલેટર અને લેન્ડ ડેવલપમેન્ટ સંબંધિત મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપશે. તેનાથી રિઝોલ્યુશન પ્રક્રિયામાં ઘર ખરીદનારા સહિત તમામ પક્ષોનો વિશ્વાસ વધશે. રિયલ્ટી સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે IBBI ના આ ર્નિણયોથી ઘર ખરીદનારાઓને ઘણી મદદ મળશે.