Last Updated on by Sampurna Samachar
સિંગર દિલજીત દોસાંઝ ઓસ્ટ્રેલિયામાં થયેલ વર્તન વિશે કરી વાત
નવી આલ્બમ AURA માટે વર્લ્ડ ટૂર પર દિલજીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ પોતાની નવી આલ્બમ AURA માટે વર્લ્ડ ટૂર પર છે. સિડની કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં દિલજીતે બેકસ્ટેજ તૈયારીઓની ઝલક દેખાડી. એક્ટરે અહીં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, ઑસ્ટ્રેલિયામાં મારે રેસિસ્ટ કોમેન્ટનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકોએ મને કેબ ડ્રાઈવર કહીને બોલાવ્યો હતો.

એક યુટ્યુબ વીડિયોમાં દિલજીતે જણાવ્યું કે, હું જ્યારે ઑસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે પાપારાઝીઓએ મને ક્લિક કરવાનું શરૂ કરી દીધું. જ્યારે તેમણે ફોટા શેર કર્યા ત્યારે લોકોએ રેસિસ્ટ કોમેન્ટ કરી. કેટલીક એજન્સીઓએ રિપોર્ટ કર્યો કે, હું ઑસ્ટ્રેલિયા આવી ગયો છું.
સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી આલ્બમમાં સામેલ
કોઈકે મને તે પોસ્ટ્સ પર કરેલી કોમેન્ટ્સ મોકલી. તેમાં લોકો કહી રહ્યા હતા કે, નવો ઉબેર ડ્રાઈવર આવી ગયો, અથવા નવો ૭-૧૧ કર્મચારી આવી ગયો છે. મેં આવી ઘણી રેસિસ્ટ કોમેન્ટ જોઈ. મારું માનવું છે કે દુનિયા એક હોવી જોઈએ અને કોઈ પ્રકારની સરહદ ન હોવી જાેઈએ.
દિલજીતે કહ્યું કે, કેબ ડ્રાઈવર સાથે મારી તુલના કરવા પર મને કોઈ વાંધો નથી, કારણ કે આ લોકો દેશના કામકાજને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મારી કેબ ડ્રાઈવર અથવા ટ્રક ડ્રાઈવર સાથે તુલના કરવા પર મને કોઈ વાંધો નથી. જો ટ્રક ડ્રાઈવર ન હોત તો આપણા ઘરે ખોરાક ન પહોંચત. હું ગુસ્સે નથી અને જે લોકો આવી વાતો કરે છે તેમના પ્રત્યે પણ મારા મનમાં પ્રેમ છે. દિલજીતનો આ વીડિયો જોઈને ચાહકો ભાવુક થઈ ગયા. ચાહકોએ એક્ટરને સપોર્ટ કર્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દિલજીત પંજાબીથી લઈને હિન્દી ફિલ્મોમાં છવાઈ ગયો છે. તે તાજેતરમાં પંજાબી ફિલ્મ સરદાર જી ૩ અને હિન્દી ફિલ્મ ડિટેક્ટીવ શેરદિલમાં નજર આવ્યો હતો. તેની ફિલ્મ સરદાર જી ૩ એ ઘણો હોબાળો થયો હતો. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની કાસ્ટિંગ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
આ ફિલ્મ હજુ સુધી ભારતમાં રિલીઝ નથી થઈ, પરંતુ વિદેશમાં રિલીઝ થઈ ચૂકી છે. દિલજીતની અપકમિંગ ફિલ્મોમાં બોર્ડર ૨ સામેલ છે. આ ફિલ્મમાં દિલજીત સાથે સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી છે. ૧૫ ઓક્ટોબરના રોજ દિલજીતે પોતાનું આલ્બમ રિલીઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટર પોતાના ટૂરના વીડિયો શેર કરતો રહે છે.