Last Updated on by Sampurna Samachar
ઝારખંડની કોર્ટમાં છૂટાછુટા કેસમાં પતિનુ દર્દ છલકાયું
અમારા લગ્ન સંબંધ હવે સામાન્ય સ્થિતિમાં નથી , પતિએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ દ્વારા ઝારખંડના એક છૂટાછેડાના કેસની સૂનાવણી કરી રહ્યા હતા. જેમાં કોર્ટે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી. કોર્ટે પતિને તેની પત્નીને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા ભરણ પોષણ ભથ્થા તરીકે આપવાનો નિર્દેશ આપ્યો. જેના પર પતિના વકીલે જવાબ આપ્યું કે, પતિ દર મહિના આટલી મોટી રકમ નહીં આપી શકે, કારણ કે તેની દરરોજની આવક માત્ર ૩૨૫ રૂપિયા જ છે.

વકીલની આ દલીલ સાંભળીને બેન્ચ ચોંકી ગઈ. જેના પર પતિના વકીલે ફરી દલીલ આપતા કહ્યું કે – તે એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને તેની આવક મર્યાદિત છે. આ ઉપરાંત વકીલે એમ પણ કહ્યું કે, તેના સહકર્મીઓ પણ સોગંદનામું દાખલ કરીને તેની આવકની પુષ્ટિ કરી શકે છે.
કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો
જેના પર કોર્ટે કહ્યું કે, જો તમે ભથ્થું ન આપી શકતા હોવ તો પછી પત્નીને તમારી સાથે રાખો, તે તમારા માટે અને બાળકોની સારસંભાળ રાખશે. જોકે, પતિએ જવાબ આપ્યો કે – ‘પત્નીએ મારા માતા-પિતા વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે અને અમારા લગ્ન સંબંધ હવે સામાન્ય સ્થિતિમાં નથી.’
કોર્ટે વધુમાં ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે, તેઓ પતિ જ્યાં કાર્યરત છે તે કંપની સાથે સંપર્ક કરી શકે છે, જેથી આ સ્પષ્ટ કરી શકાય કે તેને આટલો ઓછો પગાર કેમ આપવામાં આવે છે. જેના પર વકીલે જવાબ આપ્યો કે, આ અન્ય કર્મચારીઓ માટે પણ ફાયદાકારક રહેશે. વકીલે કોર્ટના અગાઉના ચુકાદાને ટાંકીને કહ્યું કે, માનનીય કોર્ટે અગાઉ સ્પષ્ટપણે કહ્યું છે કે ભરણપોષણ અથવા ભરણપોષણ નક્કી કરતી વખતે પતિની નાણાકીય ક્ષમતા તેમજ તેની વર્તમાન જવાબદારીઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
નોંધનીય છે કે, પતિ એક કારના શોરૂમમાં કામ કરે છે અને દરરોજ માત્ર ૩૨૫ રૂપિયા જ કમાય છે. આ દંપતીના લગ્ન ૨૦૦૨ માં થયા હતા. જેમને ૨૦૦૩ માં એક પુત્ર અને ૨૦૦૫ માં એક પુત્રી જન્મી હતી. જોકે, ૨૦૧૬ થી તેઓ અલગ રહે છે. બંને બાળકો તેમના પિતા સાથે રહે છે. છૂટાછેડાના કેસમાં, કોર્ટે પતિને ભરણપોષણ તરીકે રૂપિયા ૬ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વકીલના જણાવ્યા મુજબ, આ પૈસા પતિના પિતાએ જમીન વેચીને પૂરા પાડ્યા હતા.
જોકે, પત્નીએ પાછળથી જણાવ્યું હતું કે આ પૂરતું નથી અને પતિએ એક સાથે ૩૦ લાખ રૂપિયા આપવા જોઈએ. વધુમાં, માસિક ભરણપોષણ ૧૨,૫૦૦ રૂપિયા હોવું જોઈએ. જેના જવાબમાં પતિના વકીલે જણાવ્યું હતું કે તે દર મહિને ફક્ત રૂપિયા ૯,૭૫૦ જ કમાય છે, અને બાકીના પૈસા તેને તેના માતાપિતા અને ભાઈઓ પાસેથી મળે છે. જે પછી કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે.