Last Updated on by Sampurna Samachar
૮ કલાકની શિફ્ટ મુદ્દે દીપિકા પાદુકોણે મૌન તોડ્યું
દિપીકા પર લગાવવામાં આવ્યા હતા આરોપો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. તેની આઠ કલાક શિફ્ટની ડિમાન્ડ અને વધુ પૈસાની માંગણીના કારણે ઘણી કન્ટ્રોવર્સી ઊભી થઈ હતી. જેના કારણે દીપિકાને સાઉથની બે મોટી ફિલ્મો, સ્પિરિટ અને કલ્કી ૨માંથી બહાર કરવામાં આવી હતી. એક્ટ્રેસના ફિલ્મમાંથી બહાર થવાના ઘણા કારણો સામે આવ્યા હતા.
દીપિકા પાદુકોણ પર ઘણા આરોપો લાગ્યા હતા. ઘણા લોકોએ તેની આ ડિમાન્ડ્સને અનપ્રોફેશનલ ગણાવી હતી. હવે લાંબા સમય બાદ એક્ટ્રેસે પોતાના પર લાગેલા તમામ આરોપો પર મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ ઈન્ડસ્ટ્રીના બેવડા માપદંડો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એક મહિલા હોવાના કારણે જો આ દબાણ કરવા જેવું લાગે છે, તો ઠીક છે. પરંતુ આ કોઈ સીક્રેટ નથી કે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સુપરસ્ટાર, મેલ સુપરસ્ટાર વર્ષોથી આઠ કલાક કામ કરી રહ્યા છે અને આ બાબત ક્યારેય ચર્ચામાં નથી આવી.
“સ્પિરિટ” ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી
હું હમણાં કોઈનું નામ લેવા નથી માંગતી અને આ બાબતને એટલો મોટો મુદ્દો બનાવવા નથી માગતી. પરંતુ એ વાત સામાન્ય છે, પબ્લિકલી ઘણા મેલ એક્ટર્સ વિશે ખબર છે જે વર્ષોથી આઠ કલાક કામ કરી રહ્યા છે. તેમાંથી ઘણા સોમવારથી શુક્રવાર સુધી માત્ર આઠ કલાક કામ કરે છે. તેઓ વીકેન્ડ પર કામ નથી કરતા.
મને લાગે છે કે મોટો મુદ્દો એ છે કે, ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઈન્ડસ્ટ્રી તો કહેવામાં આવે છે, પરંતુ આપણે વાસ્તવમાં ક્યારેય તે રીતે કામ નથી કર્યું. આ ખૂબ જ અવ્યવસ્થિત ઈન્ડસ્ટ્રી છે, અને હવે સમય આવી ગયો છે કે, આપણે તેમાં યોગ્ય વ્યવસ્થા અને સ્ટ્રક્ચર લાવીએ. દીપિકાની ૮ કલાક શિફ્ટ વાળી વાત ત્યારે સામે આવી જ્યારે તેને સંદીપ રેડ્ડી વાંગાની “સ્પિરિટ” ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે, એક્ટ્રેસ પોતાની દીકરી દુઆને ઉછેરવા માટે મેકર્સ પાસે આવી ડિમાન્ડ્સ કરી રહી હતી, જે ડિમાન્ડ્સને તેણે નકારી કાઢી હતી. આ જ ઈન્ટરવ્યુમાં દીપિકાએ આગળ એ પણ ખુલાસો કર્યો કે, ઘણી ફીમેલ એક્ટ્રેસ જે માતા બની ચૂકી છે તેઓ પણ આઠ કલાકની શિફ્ટમાં જ કામ કરે છે. પરંતુ વિવાદ માત્ર મને લઈને જ થયો.
દીપિકાએ પોતાના વિવાદ પર આગળ કહ્યું કે, મેં ઘણા લેવલ પર આવું કર્યું છે. મારા માટે આ નવું નથી. મને લાગે છે કે, જ્યાં સુધી પૈસાનો સવાલ છે તો, મારે તેની સાથે આવતી દરેક વસ્તુઓનો સામનો કરવો પડ્યો છે.
મને ખબર નથી કે તેને શું કહેવું, પણ હું એવી વ્યક્તિ છું જેણે હંમેશા શાંતિથી પોતાની લડાઈ લડી છે અને કોઈ વિચિત્ર કારણોસર ક્યારેક તે જાહેર થઈ જાય છે, જે મને ખબર નથી, અને ન તો મારો ઉછેર એવી રીતે થયો હતો. પણ હા, પોતાની લડાઈ શાંતિથી અને આદરપૂર્વક રીતે લડવી એ જ મારી રીત છે.
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો સ્પિરિટ અને કલ્કી ૨ માંથી બહાર થવા છતાં, તે હાલમાં બે મોટા પ્રોજેક્ટ્સનો ભાગ છે. તે શાહરૂખ ખાનની કિંગ પર કામ કરી રહી છે. તે અલ્લુ અર્જુન અને એટલીની પેન-ઈન્ડિયા અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે.