Last Updated on by Sampurna Samachar
કોંગી સાંસદ શશુ થરૂરને પૂછવામાં આવ્યા સવાલ
શું આજકાલ આપણા દેશમાં દેશભક્ત બનવું આટલું મુશ્કેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દા પર અન્ય દેશોની મુલાકાત લેવામાં વ્યસ્ત કોંગ્રેસના સાંસદ શશી થરુરના ભવિષ્ય અંગે ઘણી અટકળો ચાલી રહી છે. જોકે, હવે તેમણે આ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, જો કોઈને લાગે છે કે દેશના હિતમાં બોલવું પક્ષ વિરોધી છે, તો તેમણે પોતાને સવાલ કરવો જોઈએ.
કોંગ્રેસ સાંસદ શશી થરુર અમેરિકાના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન શશી થરુર (SHASHI THARUR) ને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે તે કોંગ્રેસમાં રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? આના પર તેમણે કહ્યું, હું સંસદનો ચૂંટાયેલો સભ્ય છું અને મારા કાર્યકાળમાં ૪ વર્ષ બાકી છે. મને સમજાતું નથી કે આવા સવાલો કેમ પૂછવામાં આવી રહ્યા છે.
શશિ થરૂરે આપ્યો જવાબ
પ્રતિનિધિમંડળની અમેરિકા મુલાકાતની ટીકા પર પણ વાત કરતાં તેમણે કહ્યું, સાચું કહું તો, મને લાગે છે કે જ્યારે કોઈ દેશની સેવા કરી રહ્યું હોય છે, ત્યારે કોઈએ આ બાબતો વિશે ચિંતા કરવાની જરૂર છે. મેં મારા મિત્ર સલમાન ખુર્શીદને પ્રશ્ન કરતાં જોયા કે શું આજકાલ આપણા દેશમાં દેશભક્ત બનવું આટલું મુશ્કેલ છે.