Last Updated on by Sampurna Samachar
મધ્ય પ્રેદશના કોંગી વિધાયકનો વિડીયો વાયરલ
વાયરલ વિડીયો આગર-માલવા ક્ષેત્રનો હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બંનેની વિચારધારા એકદમ અલગ છે. પરંતુ સંઘનો પ્રભાવ એટલો બધો વ્યાપક છે કે કોંગ્રેસીઓ પણ તેનાથી બાકાત લાગતા નથી. આમ તો લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત RSS ને નિશાન બનાવે છે પરંતુ હવે તેમના જ એક સિપાઈનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં કોંગ્રેસ વિધાયક કહે છે કે હું કોંગ્રેસનો વિધાયક છું. પરંતુ RSS સાથે પણ જોડાયેલો છું. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો આગર-માલવા ક્ષેત્રનો છે. ભૈરો સિંહ પરિહાર અહીંની સુનસેર વિધાનસભા સીટથી વિધાયક છે. કોઈ સંગઠનના પ્રોગ્રામમાં સામેલ થવા માટે ભૈરો સિંહ પહોંચ્યાં હતા. આ દરમિયાન જ્યારે માઈક તેમના હાથમાં આવ્યું તો તેઓ RSS ની સાથે પોતાની નીકટતા વિશે બોલવા લાગ્યા.
વિડીયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા
ભૈરો સિંહે કહ્યું કે આમ તો તેઓ કોંગ્રેસના વિધાયક છે પરંતુ RSS સાથે પણ જોડાયેલા છે. તેમણે કહ્યું કે RSS ના અનેક પદાધિકૈરા તેમના નિકટના છે અને તેમણે પણ સંઘ માટે અનેક કામ કર્યા છે. આ દરમિયાન ભૈરો સિંહે હાલમાં જ થયેલા એક સમજૂતિની પણ યાદ અપાવી.
સુનસેર વિધાનસભા સીટના કોંગ્રેસી વિધાયક ભૈરો સિંહે કહ્યું કે તેમણે આરએસએસ માટે કામ કર્યું છે. આ દરમિયાન પરિહારે એક ઘટના યાદ અપાવી જ્યારે ગરોઠ સીટથી વિધાયકને પોલીસ ઉઠાવી લઈ ગઈ હતી. તેમણે કહ્યું કે તે સમયે જ્યારે મુખ્યમંત્રી આવ્યા હતા. ત્યારે તેમણે મળીને એક સમજૂતિ કરાવી હતી.
કોંગ્રેસ વિધાયક ભૈરો સિંહના વાયરલ વીડિયોમાં સંઘ પદાધિકારીઓને પણ તેઓ ફરિયાદ કરતા સંભળાઈ રહ્યા છે. ભૈરો સિંહનું કહેવું છે કે જો તેઓ સંઘના કાર્યાલય જાય તો તો મંડળ અધ્યક્ષ કહેશે કે ખબર નહીં આ કોણ આવી ગયું છે. ફરિયાદ કરતા ભૈરોએ સંઘની સાથે પોતાની નીકટતા અને સંગઠન માટે કામ કરવાના ઇતિહાસને બધા સામે ખુલીને રજુ કર્યું. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા છે.