Last Updated on by Sampurna Samachar
કૂતરા અને બિલાડીએ માંસ અહીં લાવ્યું અને ફેંકી દીધું ભાજપના ધારાસભ્યે કર્યો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદના એક મંદિરમાં શિવલિંગ પાસે માંસના ટુકડા મળી આવ્યા બાદ વિસ્તરમાં તણાવ ફેલાયો હતો. મંદિર પરિસરમાં રહેલા ભક્તોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
મળતી માહિતી અનુસાર ટપ્પાચબુત્રા વિસ્તારના જીરા હનુમાન મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુજારીએ માંસના ટુકડા જોયા અને સમિતિના સભ્યોને જાણ કરી હતી. આ સમાચાર ફેલાતાં જ મંદિરની બહાર ભીડ એકઠી થઈ ગઈ.
મળતી માહિતી મુજબ હૈદરાબાદના ટપ્પાચબુત્રા વિસ્તારમાં આવેલા ઝીરા હનુમાન મંદિરની અંદરથી માંસના ટુકડા મળી આવ્યા હતા. જ્યારે મંદિરના પૂજારી મંદિરમાં આવ્યા ત્યારે તેમને શિવલિંગ પાછળ માંસ રાખવામાં આવ્યું હતું. આ ઘટનાથી ભક્તો અને સ્થાનિક સમુદાયોમાં રોષ ફેલાયો હતો.
ઘટનાના સમાચાર ફેલાતાં જ હિન્દુ જૂથો અને ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો મંદિરમાં એકઠા થઈ ગયા.ડીસીપી ચંદ્ર મોહને જણાવ્યું કે મંદિરમાં માંસ મળી રહ્યું હોવાની માહિતી મળી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે મંદિરના દરવાજા બંધ હતા. અમને શંકા છે કે કોઈ પ્રાણી માંસ અંદર લાવ્યું હશે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય રાજા સિંહનો દાવો છે કે આ ગાયનું માંસ છે, જ્યારે પહેલાના કિસ્સાઓની જેમ, એવું કહેવામાં આવશે કે કૂતરા અને બિલાડીએ માંસ અહીં લાવ્યું અને ફેંકી દીધું. ભાજપના ધારાસભ્ય રાજા સિંહે આરોપ લગાવ્યો કે હૈદરાબાદમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેમણે કહ્યું કે આવી જ ઘટનાઓ પહેલા પણ બની છે. પોલીસ હંમેશા કહે છે કે કૂતરો કે બિલાડી માંસ લાવ્યા છે. આ તેમનો નિયમિત ખુલાસો બની ગયો છે. અમે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય રાજા સિંહે કહ્યું કે કેટલાક લોકો હનુમાન મંદિરમાં ઘૂસી ગયા અને માંસના ટુકડા ફેંક્યા. ડીસીપી સાઉથ ઈસ્ટ ચંદ્ર મોહને જણાવ્યું હતું કે હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે આ કેવી રીતે બન્યું કારણ કે તે કોઈ પ્રાણી દ્વારા લાવવામાં આવ્યું હોઈ શકે છેપ અમે આ કેસની તપાસ માટે ચાર ખાસ ટીમોની રચના કરી છે. કેસ નોંધવામાં આવ્યો છે.