Last Updated on by Sampurna Samachar
લગ્નના ૧૮ વર્ષમાં મારી પત્ની ઝઘડા કરી ૨૫ વખત ભાગી ગઈ : પતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ તેની પત્ની વિરુદ્ધ SSP ઓફિસમાં ફરિયાદ કરી છે. જી હા… પતિનો આરોપ છે કે પત્નીએ તેનું જીવન બરબાદ કરી નાંખ્યું છે. લગ્નના ૧૮ વર્ષમાં મારી પત્ની ૨૫ વખત ભાગી ગઈ છે અને પોલીસમાં જઈને ફરિયાદ કરી દે છે. એટલું જ નહીં મારી સામે દહેજ ઉત્પીડન અને ખર્ચનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. હું દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છું અને દિલ્હીથી વારંવાર બરેલી કોર્ટમાં આવવું પડે છે. મારા બધા પૈસા કોર્ટમાં જ વપરાઈ જાય છે. આ ઘટનામાં પત્ની પીડિત પતિની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની વાત કરીએ તો આખો મામલો બરેલીના કિલા વિસ્તારનો છે. અહીં રહેતા અફસર અલી દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છે અને તે દિલ્હીમાં રહીને જ ટેક્સી ચલાવે છે. અફસર અલી બરેલી SSP ઓફિસ પહોંચ્યા અને તેમની પત્ની સામે ગંભીર આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. જે હાલ અહેવાલોમાં છવાઈ છે. તેમણે પોલીસને કહ્યું કે, સાહેબ મારી પત્નીએ મારું જીવન બરબાદ કરી દીધું છે. મારા લગ્નને ૧૮ વર્ષ થયાં છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૮ વર્ષથી હું મારી પત્ની રૂબી ખાનને કારણે માનસિક અને શારીરિક તણાવનો સામનો કરી રહ્યો છું. મારી પત્ની ૧૮ વર્ષમાં ૨૫ વખત મારા ઘરેથી ભાગી ગઈ છે અને મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નકલી ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં મારી સામે દહેજ અને ખર્ચનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જેના માટે મારે દિલ્હીથી વારંવાર બરેલી કોર્ટમાં આવવું પડે છે અને હું જે પૈસા કમાઉ છું, એ બધા તેમાં વપરાઈ જાય છે.
તમને જણાવી દઈએ કે અફસર અલીએ વર્ષ ૨૦૦૬માં રૂબી ખાન સાથે લગ્ન કર્યા હતા. આરોપ છે કે લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું હતું. પરંતુ ધીમે-ધીમે રૂબી ઘરેથી ભાગવા લાગી અને નાની-નાની બાબતો પર તેને હેરાન કરવા લાગી અને મારપીટ કરવા લાગી. તે ૧૮ વર્ષમાં ૨૫ વખત ઘરમાં ઝઘડા કરીને ઘરેથી ભાગી ગઈ હતી. અફસર અલીનું કહેવું છે કે તેમના લગ્નના ૧૮ વર્ષમાં તેમની પત્ની ૨૫ વખત ઘરેથી ભાગી ગઈ છે. દરેક વખતે તે નવી સમસ્યાઓ સર્જે છે.
અફસર અલીના અરમાન, અલીના અને અનમતા છે. અધિકારીએ કહ્યું કે તેમની પત્ની રૂબીએ કોર્ટ દ્વારા અલીનાની કસ્ટડી લીધી છે. પરંતુ ઓક્ટોબર ૨૦૨૩માં અલિનાએ નોઈડાથી તેમના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તેમની માતાએ તેમને ઘરમાંથી કાઢી મુકી છે. હવે મારી પત્ની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલે SSP અનુરાગ આર્યએ કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.