બે સંતાનો માં-બાપ વિનાના થઇ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જુનાગઢના શીતલ નગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને પગલે બંનેએ આત્મહત્યા કરી લીધી છે. દાંપત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડાઓ થતા હતા. જુનાગઢના ૩૯ વર્ષીય સતીષ પરમાર જેમણે ૧૮ વર્ષ પહેલાં ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા, ૨૩ ડિસેમ્બરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પતિના આ દુઃખદ અંતથી માત્ર ૨ દિવસ બાદ ગીતાબેને પણ પતિના વિરહમાં દ્રવિત થઈ ગળાફાંસો ખાઇ જીવ આપ્યો છે.
આ દંપતીના ૨ બાળકો, એક ૧૧ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિના ના થઈ ગયા છે. ત્યારે મૃતક મહિલાના ભાઈ જિજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે, મારા બનેવીએ ગત ૨૩ ડિસેમ્બરમાં નાની અમથી બાબતમાં ઘરકંકાસમાં ગળાંફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેના બે દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વિરહમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મારા બેન અને બનેવીએ બંનેએ આત્મહત્યા કરી પણ એમણે તેમનાં ૨ બાળકોનું પણ ના વિચાર્યું.. બંને બાળકોએ પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં છે.
સતીષના ભાઈ કેતન પરમારે આ ઘટનાઓ પર દુખ વ્યક્ત કરતાં જણાવ્યું, “આજે મારા ભાઈ-ભાભીની સગાઈની તારીખ હતી, જે તેમણે અંતિમ દિવસ તરીકે પસંદ કરી. હું લોકોને અપીલ કરું છું કે, જીવનમાં ક્ષણિક ક્રોધ અથવા ઝઘડાઓને કારણે કોઈ ર્નિણય ન લેવું જોઈએ, જે પછી પિતાની ખોટી ગંભીર પરિણામ ભોગવવી પડે.” “મારા ભાઈ-ભાભીએ સામાન્ય ઝઘડામાં પોતાના જીવનનો અંત લાવ્યો. એમણે તેમના બાળકો અને પરિવારના ભવિષ્ય વિશે વિચાર્યું હોત તો કદાચ આ પ્રકારની સમષ્યાને ટાળી શકાયતી હોત.” આ દુઃખદ ઘટનામાં દુખી પરિવાર અને નજીકના લોકો લોકોમાં આઘાતનું વાતાવરણ છે.